Abtak Media Google News

ભારત અમેરિકા વચ્ચેના સંબંધો દ્વીપક્ષીય  ધારણે અત્યારે ઐતિહાસિક રીતે સુધારનાની ઉચાઇ અને બન્ને દેશના હિતમાં આગળ વધી રહ્યા છે. અમેરિકાની સંરક્ષણની વેપારની નીતી સાથે સાથે મિત્ર રાષ્ટ્રની યાદીમા પણ સમય અનુસાર બદલાવ આવી રહ્યો છે ત્યારે ભારતે અમેરિકા સામે પાકિસ્તાનને સૈન્ય સહાય અને કાશ્મીર મુદ્દે અમેરિકાના બેવડા વલણ સામે નારાજગી વ્યકત કરતા અમેરિકાએ પાકિસ્તાન મુદ્દે ભારતની નારાજગી દુર કરવા પ્રયાસો હાથ ધર્યા છે. આ મહિને અમેરિકાના નાયબ સચિવ જોન સ્લુયમ ભારતના મહેમાન બની રહ્યા છે અને પ્રમુખ ડોનાલ્ડા ટ્રમ્પના પાકિસ્તાન વર્તી નિવેદન બાદ ભારતની નારાજગી દુર કરવાના પ્રયાસો કરશે તેવું દેખાય રહ્યું. દરમિયાન ભારતે પાકિસ્તાનને સૈન્ય સહાય આપવાના મુદ્દે અમેરિકાના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યકત કરી હતી. આ મુદ્દે તાજેતરમાં જ વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું હતું કે અમેરીકી રાજદુત અને વોશિંગ્ટનમાં ટ્રમ્પ પ્રસાશન સામે ભારતે આ મુદ્દે વિરોધ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં અમેરિકન રાજદુત સાથે વોશિંગ્ટનમાં ભારતના રાજદુત મારફત અમેરિકા સરકાર સામે આ મામલો ઉઠાવ્યો હતો અને પાકિસ્તાનને અમેરિકા દ્વારા આપવામાં આવતી સૈન્ય સહાય પર ગંભીર ચિંતા વ્યકત કરી હતી.

અમેરિકાના રાજદુતને દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે બોલાવીને પાકિસ્તાન સૈન્યને મદદ કરવાના અમેરિકન નિર્ણયનો વિરોધ કર્યો હતો. ગયા અઠવાડીયા  પેન્યગોને અમેરિકી સસંદમાં અહેવાલ રજુ કર્યો હતો. કે તેને લગભગ ૮૬૨ કરોડ રૂપિયાના સેન્ય વેપારને મંજુરી આપી છે જેમાં પાકિસ્તાનના એફ ૧૬ ફાઇટર વિમાનોની દેખરેખ કરવામાં આવશે. આ વાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચે કરવામાં આવી હતી. વિદેશ મંત્રી રવિશ કુમારે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત વેપાર પાકિસ્તાનની સેન્ય સહાય રોકવાની અમેરિકાની નીતીમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. અમેરિકાએ જાહેર કર્યુ છે કે આ વેપાર અમેરિકાના આર્થિક વિકાસના ભાગરુપે છે. અમેરિકાના આ બેવડા વલણથી ભારતે ચિંતા વ્યકત કરી છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને સ્લુવિનના બેઠક દ્વીપક્ષીય સમીતીના નવા સમીકરણો ઉભા કરશે. એસ જયશંકરે ગઇકાલે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને સૈન્ય સહાયની અમેરિકાનો અહીં અને ત્યાં બન્ને જગ્યાએ વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ ભલે આ બાબતને અમાન્ય ગણાવી હોય પરંતુ ભારતે તેનો વિરોધ નોંધાવ્યો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકર અજીત દાભોલે પણ પાકિસ્તાન સાથેના અમેરિકાના વ્યવહારનો વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે પોતાને ભારત-પાક વચ્ચે મઘ્યસ્થીની જી-ર૦માં ઓફર થઇ હતી. તેની સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પાછળથી આ વાત ખોટી હોવાનજું બહાર આવ્યું હતું.

ભારતે કાશ્મીર મુદ્દે મઘ્યસ્થીની અમેરિકાની વણમાંગી પેરવીને નિષ્ફળ બનાવી હતી. અમેરિકાએ ભારતની આ નારાજગી નિરવા માટે જાણે કે પ્રયાસો આદર્યો હોય તેમ અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ભારત આવી રહ્યું છે. ભારતે અમેરિકા સામે પાકિસ્તાનને મદદ કરવાની વાતને લઇને નારાજગી વ્યકત કરી છે. તેની સામે અમેરિકાએ આ ડીલ વેપારનો ભાગ હોવાની દલીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.