Abtak Media Google News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 148મી જયંતીએ આજે સમગ્ર દેશ અને વિદેશેમાં શ્રદ્ધાંજલી આર્પણ કરવમાં આવશે. પોરબંદરના કીર્તિ મંદિરમાં બાપુનો શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજઘાટ ગયા હતા અને મહાત્માને શ્રદ્ધાંજલી અર્પી હતી.પીએમ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલિ , બાપુનો જન્મ પોરબંદર ખાતે થયો હતો, બાપુનું નિવાસસ્થાન કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. બાપુની 148મી જયંતીએ કીર્તિ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કીર્તિ મંદિર પહોંચી ગયા હતા. તેમણે બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.કીર્તિ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કથાકાર રમેશ ઓઝા પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કીર્તિ મંદિર પહોંચ્યા હતા.

આજે રાષ્ટ્રપતિ કોવિંદ પણ પોરબંદરની મુલાકાતે આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે ગાંધી જયંતીના રોજ તેઓ ગાંધીના જન્મ સ્થળ પોરબંદરની અને ત્યાર બાદ સોમનાથની મુલાકત લેશે. સવારે દિલ્હીથી રાજકોટ આવી પહોંચશે. ત્યાર બાદ હેલિકોપ્ટરથી તેઓ પોરબંદર પહોંચશે, જ્યાં કીર્તી મંદિરની મુલાકાત લઈ તેઓ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.