Abtak Media Google News

કલેકટરશ્રી આયુષકુમાર ઓકના અધ્યબક્ષસ્થાનને કલેકટર કચેરી-અમરેલી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ તેમજ બાકી રહેલી કામગીરીની રિવ્યુ બેઠક યોજાઇ હતી.

રાજયભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાલમાં તળાવ-નદી ઉંડાં કરવાના કામો, ઝાડી-ઝાંખરાને દૂર કરવા, કેનાલ સફાઇ, મનરેગા યોજના તળે ચોકડી ગાળવી સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. તે પૈકી જિલ્લામના રાજય અને પંચાયત સિંચાઇ, જમીન વિકાસ નિગમ લિમિટેડ, જિલ્લા જળસ્ત્રા વ એકમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીં સહિતની કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Advertisement

જયારે બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા કલેકટરશ્રી ઓકે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ બેઠકમાં અધિક જિલ્લાક મેજીસ્ટ્રે ટશ્રી પાંડોર, કાર્યપાલક ઇજનેર સર્વ શ્રી રાઠોડ, શ્રી ગોવાણી, જિલ્લાબ આયોજન અધિકારીશ્રી ટોપરાણી, જિલ્લાબ ગ્રામ વિકાસ એજન્સીમના નિયામકશ્રી ડોબરીયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિરત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.