Abtak Media Google News

કન્સ્ટ્રકશન કંપનીના બોગસ બીલનો ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યુ

વિજય પટેલ ઉપરાંત કેટલીક ક્ધસ્ટ્રકશન કંપનીઓ અને ઉચ્ચ હોદેદારોના પણ નામ ખુલ્યા

અમરેલીમાં પાણી પુરવઠા અંગેના પ્રોજેકટનું કામ માત્ર કાગળ પર પુરૂ કર્યાનું બતાવી એન્જિનીયર સહિતના કેટલાક અધિકારીઓ દ્વારા મોટુ કૌભાંડ આચરવામાં આવ્યાની ઉઠેલી ફરિયાદ અંગે પોલીસ દ્વારા કરાયેલી તપાસના અંતે એન્જિનીયરની પોલીસે ધરપકડ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ મચી ગઇ છે.

Advertisement

ઉચ્ચ હોદા પર રહેલા સરકારી બાબુઓ પોતાના હોદાનો દુર ઉપયોગ કરી ભ્રષ્ટ રીતરસથી કરોડોની છેતરપિંડી કરતા અધિકારી સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ થઇ રહી હોવા છતાં કેટલાક અધિકારીઓ કાયદાને પોતાના ખિસ્સામાં હોવાનું સમજી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય છે તેમ અમરેલીના પાણી પુરવઠા વિભાગના અધિકારીનો કિસ્સો સામે આવ્યો છે.

અમરેલી પાણી પુરવઠા વિભાગમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતા બારડોલીના વતની વિજય પટેલ આઠ વર્ષ પહેલાં નોકરી પર આવ્યા બાદ તેની આવકના પ્રમાણમાં મિલકત વધુ હોવાથી એન્ટી કપ્શન બ્યુરો દ્વારા શરૂ કરાયેલી તપાસ દરમિયાન તેને આઠ વર્ષ દરમિયાન બોગસ બીલીંગ કૌભાંડ આચરી રૂ.૮.૫ કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાનું બહાર આવ્યું છે.

વિજય પટેલે ૨૦૦૭ થી ૨૦૦૯ અને ત્યાર બાદના વર્ષોમાં કેટલાક પ્રોજેકટમાં કેટલાક પ્રોજેકટના બોગસ બીલ બનાવી સરકારમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નાણા ખંખેર્યાનું બહાર આવ્યું છે.

આ બીલીંગ કૌભાંડમાં વિજય પટેલ ઉપરાંત ચંદ્રકાંત બારોટ, ભરત બંધારા, મનજી સંદપા, પદ્મકાંત રાવલ, મધુદાસ કુબાવત, વિમલ કથીરીયા, વિપુલ રૈયાણી, ઉપરાત વિમલ ક્ધટ્રકશન, જગદીશ ક્ધટ્રકશન, જયમીન કન્સ્ટ્રકશન, અંકુર ક્ધટ્રકશન, આર.કે.ક્ધટ્રકશન, કે.કે.સોરઠીયા અને અવધ કન્સ્ટ્રકશન જેવી ખ્યાત નામ કંપનીઓના નામ ખુલ્યા છે.જો કે આમાથી કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી હતી જેને લઇ તેઓ ગુજરાત હાઇકોર્ટના દરવાજે પહોચ્યા હતા અને પોતાની ધરપકડ સામે કોર્ટમાંથી મનાઇ હુકમ મેળવ્યો હતો. જો કે હાઇકોર્ટે હાલ આ તમામ આરોપી સામે તપાસના ઓર્ડરો આપ્યા છે. અમરેલીના જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાયે આ અંગે કહ્યું હતું કે આ કેસમાં પોલીસ ફરીથી વધુ તપાસ હાથધરી રહી છે કેસમાં વધું કૌભાંડો અને નામો ખુલ્લે તેવી શકયતા સેવાઇ રહી છે. વિજય પટેલ સામે ઠોસ પુરાવા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેની સાથે સંડોવાયેલા અન્ય અધિકારીઓ અને ખાનગી કન્સ્ટ્રકશન કંપનીઓ સામે એકશન પ્લાન લેવાયો નથી. કારણ કે હાલ પોલીસને તેની સામે પુરતા પુરાવા મળ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.