Abtak Media Google News

ભારત સરકાર દ્વારા કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેના કારણે દેશભરમાં મોટાભાગના ઉદ્યોગ ધંધા બંધ થઈ ચૂકયા છે. ફકત જીવન જરૂરી વસ્તુઓ જેવીકે કરીયાણુ, દુધ વગેરે વસ્તુઓજ ઉપલબ્ધ છે. તેમજ મેડીકલ ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી રહી છે. એક શહેરમાંથી બીજા શહેરમાં કોરોનાના કેસો ફેલાય નહી તે માટેથી ટ્રાન્સપોર્ટેશન બંધ કરવામાં આવ્યા હતા. રાજકોટના કરીયાણાનાં વેપારીઓની દુકાનો ચાલુ છે. ત્યારે વેપારીઓને સ્ટોકની સ્થિતિ શું છે. કેવી રીતે માલ મળતો હોય તે અંગે ‘અબતક’ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતુ કે હાલ પૂરતા પ્રમાણમાં સ્ટોક મળતો નથી તેમજ ટ્રાન્સપોર્ટેશન તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી વેપારીઓને રાજયની અંદરનો માલ સામાન મળી રહેશે પરંતુ રાજય બહારનો સામાન મળવો મુશ્કેલ છે.

ભાવ વધારા વગર દરેક વસ્તુ ગ્રાહકને આપવાનો અમારો પ્રયત્ન: શિવાસ માર્ટના પરેશભાઇ પરમાર

Vlcsnap 2020 04 20 12H04M15S157

પરેશભાઇ પરમાર (શિવાસ માર્ટ)એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે અમારી શોપની શરૂઆત લોકડાઉનના બે દિવસ પહેલા જ કરી હતી. જેનાથી અત્યારે સ્ટોકમાં થોડા પ્રશ્ર્નો થાય છે. શરૂઆતમાં અમારી પાસે પુરતો સ્ટોક ન હોવાથી અત્યારે માલ ખુટ્યો છે. ટ્રાન્સપોર્ટશનની વ્યવસ્થા અમારે અમારી રીતે કરવાની આવી હોવાથી તેમની પણ અમારા પર માર પડયો. તેમ છતા ભાવવધારા વગર દરેક વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવાના પ્રયત્ન રાખવામાં આવે છે. માલના ભાવ વધી ગયા હોવાથી ઉચા ભાવે સામાન કિસ્ટમને આપવો યોગ્ય નથી લાગતું. અત્યારે અમારા ડીલરી પાસેથી જે સ્કીમ આવતી હતી તે સ્કીમ બંધ થઇ ગઇ છે અને પુરતો માલ મળતો નથી. માલની સંપૂર્ણ સપ્લાય ચાલુ થશે તે વેપારીઓ અને ગ્રાહકોને સારો ફાયદો થશે. ખાસ તો અત્યારે તેલના ભાવમાં પણ ખૂબ ઉછાળો આવતી રહે છે. જેનાથી કિસ્મર અને અમારે ખુબ તકલીફો પડતી રહે છે.

લોકોને પૂરતો સામાન આપવાની અમારી તૈયારી: ગોલ્ડન સુપર માર્કેટના સુરેશભાઈ સોજીત્રા

Vlcsnap 2020 04 20 12H06M36S439

સુરેશભાઈ સોજીત્રા ગોલ્ડન સુપર માર્કેટએ અબતક સાથેની વાતમાં જણાવ્યુ હતુકે લોકડાઉન જાહેર થયું તેના આગલાદિવસે લોકોએ બલ્કમાં જીવન જરૂરી વસ્તુઓ ખરીદી હતી. જયારે અત્યારે લોકડાઉન છે ત્યારે અમે રાજકોટના કોર્પોરેશન દ્વારા હોમડીલીવરી માટે રીક્ષા આપવામાં આવી છે. અમે કસ્ટમરને હોમડીલીવરી આપી એ છીએ હાલ માલના સ્ટોકની સ્થિતિ વિશે વાત કરીએ તો અમારી પાસે સ્ટોક સારો એવા પ્રમાણમાં છે. હાલ ખૂટે તેવું નથી સાથે સાથે અમે લોકો માલ સામાનનો ઓર્ડર પણ સાથે જ રાખીએ છીએ કે જયો લોકડાઉન ખૂલ્લે ત્યારે એક સાથે ખરીદી કરવા લોકો આવશે. તો તેમને પૂરતા પ્રમાણમાં સામાન મળી રહે તેવી અમારી તૈયારી છે. સાથે સાથે જણાવ્યું હતુ કે ટ્રાન્સપોર્ટેશન શરૂ થવાથી રાજય અંદરની વસ્તુઓ મળી રહેશે. પરંતુ બીજા રાજયની કે જયાં ટ્રાન્સપોર્ટેશન શરૂ નથી ત્યાંથી માલ મળવો મુશ્કેલ છે.

માલ પૂરો ન મળતા ગ્રાહકોની માંગ પૂરી કરવા અસમર્થ: નિલેશભાઇ સેતા

Vlcsnap 2020 04 20 11H43M56S15

અબતક સાથેની વાતચિત દરમિયાન હનુમાન મઢી પાસે આવેલ ભગવતી સ્ટોરના માલિક નિલેશભાઇ સેતાએ જણાવ્યું હતું કે લોકડાઉન હોવાથી માલ મેળવવામાં ઘણી મુશ્કેલી ઉદભવે છે. પુરતો સ્ટોક ન હોવાથી ગ્રાહકોની જરૂરીયાત પૂરી નથી કરી શકતા. હાલમાં દુકાનમાં ૪૦ ટકા જેટલો જ સ્ટોક છે. ડિલરને ફોન કરીએ તો જવાબ સરખો ન મળે માલ પૂરતો ન મળે અમે બજારમાંથી વસ્તુઓ મંગાવી તો તેના ભાવમાં વધારો જ હોય છે. તેથી ગ્રાહકોને ભાવ વધારે સાથે સામગ્રી આપીએ તો તેને એડું થાય કે વધુ રૂપિયા લે છે પરંતુ લોકડાઉનના કારણે તેમને શુ ભાવ ચાલે છે તેથી ખબર હોતી નથી. આમારા રેગ્યુલર ગ્રાહકો માટે અમે તેઓ ફોન પર ઓર્ડર લખાવી વસ્તુઓ તેમના ઘરે પહોંચાડીએ છીએ. દુકાને લેવા આવનાર ગ્રાહકો સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે તેની તકેદારી રાખીએ પહેલા લોકો પેનીક થતા પરંતુ હવે ગ્રાહકો કોઅપરેડ કરે છે.

ટ્રાન્સપોર્ટશન શરૂ થતા જ પુરતો માલ મળશે તુલસી સુપર માર્કેટના રમેશભાઇ જેઠવા

Vlcsnap 2020 04 20 12H05M21S538

રમેશભાઇ જેઠવા (તુલસી સુપર માર્કેટ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉનની સ્થિતીમાં અમે પુરો ફોકસ ફકત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પર રાખ્યું છે. અત્યારે ગ્રાહકોને હોમડીલીવરી આપવામાં આવે છે. અત્યારે સરકારના આદેશ પ્રમાણે કઠોળ, અનાજએ વસ્તુને હોમડીલીવરી માટે ભાર આપવાનો હોય છે. પરંતુ હાલ ઘણા ગ્રાહકો નાસ્તાની વસ્તુઓ અને કેસ્મેટીકમી વસ્તુઓ પણ હોમડીલીવરીમાં મંગાવતા હોય છે. હાલ અત્યારે માલ મળતો નથી. જેટલો માલ મંગાવવામાં આવે છે. તો એ પુરા પ્રમાણમાં મળતી નથી. સાથો સાથ રમેશભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોરટેશન શરૂ થવાથી માલ પુરતા પ્રમાણમાં મળશે. પરંતુ કંમ્પનીમાં જો પ્રોડકશન શરૂ કરવામાં આવશે તો જ તેમજ જે ઉપર ડીલરી પાસે સ્ટોક પુરતા પ્રમાણમાં માલ મળી રહેશેે.

ઓનલાઇન માલ મળી રહેતા ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરીએ: સંદિપભાઇ આદ્વોજા

Vlcsnap 2020 04 20 11H42M46S88

અબતક સાથેની વાતચિત દરમિયાન કેવઢાવડીયા બજરંગ કિરાણા સ્ટોરના માલિક આદ્વોજા સંદિપભાઇ જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ભારતમાં લોકડાઉન છે. ત્યારે લોકોની જવન જરૂરિયાત વસ્તુ ખાંડ, તેલ, ચોખા, દાળ વગેરે જે ત્રણ ટાઇમ સાદો-સારો ખોરાક લળ શકીએ તે માટે અમે કિરાણાની જરૂરી આવશ્યક સામગ્રી ઉપલબ્ધ કરી રાખી છે. હું ઓલનાઇ ઉડાન કંપની  પાસેથી માલ મંગાવું છે. તથાથી મને જોઇતો પૂરો માલ મળી રહે છે તેની ડિલવરી બે દિવસમાં થઇ જાય છે. જેથી બજારમાં ભાવ લેવા જાય તો વધુ હોય પરંતુ ઓનલાઇન એટલા ભાવ ન હોવાથી હું ઓનલાઇન માલ મંગાવી મારા ગ્રાહકો સુધી સામગ્રી પહોંચાડું મારી દુકાને દરરોજ ૧૦૦થી વધુ ગ્રાહકો આવતા હોય. તેઓ સોશ્યલ ડીસ્ટન્સ મેન્ટેઇન કરે તેની પર તકેદારી રાખી જરૂરી સામગ્રી પૂરી પાડું  છુ લોકડાઉન હોવાથી માલની તો અછત રહેવાની  જ તેથી મારી દુકાનમાં ૫૦ ટકા જેટલો માલ છે. જે જરૂરીયાત વાળો છે તે મંગાવી ગ્રાહકોને પૂરો પાડવામાં આવે છે. વધુમાં બજારમાં માલતો છે પરંતુ મોટા વેપારીઓ કાળાબજાર કરે તો નાના વેપારીઓને થોડી અસર થાય. માલ ન મેળવી શકે. પૂરતો ન આવે. પરંતુ હુ માલ ઓનલાઇન મંગાવું છુ અને ગ્રાહકોની જરૂરીયાત પૂરી કરું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.