Abtak Media Google News

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલીક અસરથી કર્યો સસ્પેન્ડ

સફાઈ કામદારની હાજરી પુરવા માટે છ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડાયેલા વોર્ડ નં.૧૬ના સેનેટરી ઈન્સ્પેકટર મૃગેશ વસાવાને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાના વોર્ડ નં.૧૬ની ઓફિસ ખાતે સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મૃગેશ આબાદસિંહ વસાવાએ સફાઈ કામદારની હાજરી પુરવા માટે રૂા.૬ હજારની લાંચ માંગી હતી. એસીબીએ છટકુ ગોઠવી એસઆઈને લાંચ લેતા રંગેહાથે પકડી લીધા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. કોઈપણ સરકારી કર્મચારી ૨૪ કલાકથી વધુ સમય કસ્ટડીમાં રહે તો તેને સસ્પેન્ડ કરવામાં આવતો હોય છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા લાંચ લેતા રંગેહાથે પકડાયેલા એસઆઈ મૃગેશ વસાવાને ગત ૭ જુલાઈની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન નિરવાહ ભથ્થા પેટે જીસીએસઆરની કલમ ૧૫૧ હેઠળ અડધો પગાર મળશે. કર્મચારીએ સોલીડ વેસ્ટ શાખામાં નિયમીતપણે હાજરી પુરાવા આવવું પડશે તે અન્ય કોઈ જગ્યાએ સસ્પેન્શન દરમિયાન કામ કરી શકશે નહીં. આવું કરતા પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.