Abtak Media Google News

આ ગ્રાન્ટમાંથી ચોમાસામાં બિસ્માર થયેલા રસ્તાઓ રિપેર કરાવી શકાશે

ચોમાસાની સીઝનમાં રાજયના તમામ શહેરોમાં રસ્તાની હાલત ગામડાના રસ્તાથી પણ બદતર થઇ ગઇ છે. શહેરોના રસ્તાને નવરાત્રિ અને દિવાળીના તહેવાર પહેલા ટનાટન બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિસ્તારના ધારાસભ્યોને વિશેષ બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટનો ઉપયોગ રસ્તા રિપેરીંગ માટે કરી શકાશે. સી.એમ.ના આ નિર્ણયને તમામ શહેરોના સ્થાનિક સ્વરાજયની સંસ્થાના હોદેદારોએ આવકાર્યો હતો.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં  શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે 2023-24 ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ  2023 -24 ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે  1પમી વિધાનસભામાં ચૂંટાયેલા 1પ મહિલા ધારાસભ્યોને વિશેષ સવા કરોડની ગ્રાન્ટ ફાળવવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો હવે શહેરી વિસ્તારોના ધારાસભ્યોને વિશેષ બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ પશ્ર્ચિમ વિસ્તારમાં મહિલા ધારાસભ્ય હોય તેઓન આ વર્ષે વિકાસ કામો માટે રૂ. 4.75 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.