Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજીના કુંભારવાડામાં નેચરોપેથીની ડીગ્રી ધરાવતા પ્રૌઢ એલોપેથીક સારવાર કરતા એસ.ઓ.જી.ના સ્ટાફે રંગે હાથે પકડી રૂ. ર8 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ કોરોનાની મહામારીમાં ડિગ્રી વગરના શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની જીલ્લા પોલીસવડા બલરામ મીણાએ ઘ્યાને આવતા આવા શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતો રામદાસ અમરદાસ પરબવાલા નામનો બાવાજી શખસ એલોપેથીકની ડીગ્રી ન હોવા છતાં લોકોના જીવન સાથે ચેડા કરતો હોવાની એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એચ.એમ. રાણાને મળેલી બાતમીના આધારે પી.આઇ. એ.આર. ગોહિલ, એ.એસ.આઇ. વિજયભાઇ ચાવડા, કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલાને સહિતના સ્ટાફે દરોડો પાડી રામદાસ પરબવાળાના કલીનીક માંથી એલોપેથીક દવા અને ઇન્જેકશનો મળી રૂ. 28540 નો મુદામાલ કર્યો છે. ઝડપાયેલા રામદાસ પરબવાલા નેચરોપેણી ડીગ્રી ધરાવતા હોય અને એલોપેથીક ની સારવાર કરતા ચેપ તેની સામે ગુનો નોંધી ધોણરસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.