Abtak Media Google News

પીઓપી અને ફાયબરની પાંચ ફુટની મૂર્તિ માટે છુટ

ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સાર્વજનીક પંડાલોમાં ગણેશજીની મૂતિ કેટલી ઉંચાઇની સ્થાપી શકાય તે અંગે હવે જાહેરનામા પ્રસિઘ્ધ થવા માંડયા છે. વડોદરા  શહેરના પોલીસ કમિશ્નર દ્વારા પ્રસિઘ્ધ કરાયેલા જાહેરનામામાં ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ નવ ફુટની ઉંચાઇની મૂર્તિ સ્થાપી શકાશે જયારે પીઓપી અને ફાયબરની મૂર્તિની ઉંચાઇ વધુમાં વધુ પાંચ ફુટ જ રાખી શકાશે.રાજય સરકાર દ્વારા જ ગણેશ મહોત્સવમાં મૂર્તિની ઉંચાઇ અંગે નિયમ બનાવવામાં આવ્યા છે.

દરમિયાન આજે વડોદરાના પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં સાર્વજનીક ગણેશ મહોત્સવના પંડાલમાં દુંદાળા દેવની 9 ફુટથી ઉંચી મૂર્તિમાં રાખી શકાશે નહીં.જો મૂર્તિ પીઓપી કે ફાયબરની હશે તો મૂર્તિની ઉંચાઇ માત્ર પાંચ ફુટ સુધી જ રાખવાની રહેશે. પંડાલમાં કોઇની ધાર્મિક લાગણી દુભાય અથવા કોમીવૈમનસ્ય ફેલાઇ તેવા શણગાર પણ કરી શકાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.