Abtak Media Google News

સવાર-સાંજ મંદિરોમાંથી દૂરદૂર સુધી કર્ણપ્રિય ઘંટરાવ સંભળાયા કરે ત્યારે વાતાવરણ પવિત્ર અને દિવ્ય બની જાય છે. મેળામાં જતી વખતે, તહેવારોની ઉજવણી સમયે રોજબરોજ આપણે મંદિરમાં પ્રવેશી ઘંટ વગાડીએ છીએ ત્યારે ઘણીવાર પ્રશ્ર્ન ઉદભવે છે કે મંદિરમાં ઘંટ શા માટે રાખવામા આવે છે ?

એક અભિપ્રાય એવો છે કે ઘંટ રાખવાનો હેતુ એ છે કે દર્શનાર્થી ઘંટ વગાડીને દેવનું ધ્યાન ખેંચે છે. કે, હું તમારા દર્શને આવ્યો છું ! આ તો મન મનાવવાની અને શ્રદ્ધાની એક ક્રિયા છે અને મન મનાવવાની ઘણી રીતો હોઈ શકે. હવેલીમાં દેવને જાગૃત માનવામાં આવ્યા છે. આથી પ્રહરે પ્રહરે દર્શન વખતે તેમને કિર્તન અને વાઘસંગીત વડે રીઝવવામાં આવે છે. હિન્દુ ઉપરાંત જૈન બૌધ્ધ અને ખ્રિસ્તી ધર્મમાં પણ ઘંટને મહત્વ અપાયું છે. ખ્રિસ્તી દેવળમાં ઘંટ હોય છે, પણ તે દેવને જગાડવા નહી, શ્રદ્ધાળુઓને પ્રાર્થના કરવા માટે વગાડવામાં આવે છે. હકિકતમાં ઈશ્ર્વર નિરાકાર છે. છતા ઘંટ વગાડવાની પ્રથા આદિકાળથી ચાલી આવે છે.

અતિ પ્રાચીન કાળથી પશ્ર્ચિમ એશિયાથી ભારત સુધી આર્યો મંદિરમાં ઘંટ લટકાવતા અને ત્યાંથી આ પ્રથા અગ્નિ એશિયામાં ફેલાઈ, હજારો વર્ષ પૂર્વે પશ્ર્ચિમ એશિયામાં બેબીલોન, એસીરિયા વગેરેના મંદિરોમાં ઘંટ વપરાતા પ્રાચીન મિશ્રમાં પણ ઘંટ વપરાતા ખ્રિસ્તી ધર્મનો ઉદય પશ્ર્ચિમ એશિયામાં થયો એટલે ખ્રિસ્તી દેવળોમાં ઘંટ તો દેવળનું અવિભાજય અંગ છે. ઘંટારવ મંદિરનાં પવિત્ર વાતાવરણનું ભાન કરાવે છે.તે ગંભીરતા અને પ્રસન્નતા પ્રેરે છે. તે ભાવકોને ભગવાનની સન્મુખ આવવાનું આમંત્રણ આપે છે. આમ વિવિધ ભાવોથી અને હેતુથી પ્રેરાઈને ઘંટ ટાંગવાની પ્રથા પડી હશે. એક મત એવો પણ છે કે, સમુહ પ્રાર્થનાનો વખત થયો છે. તેની આજુબાજુનાં ભાવિકોને જાણ કરવા ઘંટ અથવા નગારા વડે મોટો નાદ કરવામાં આવતો હોય આ રિવાજ, આપણા બીજા ઘણા રિવાજોની પેઠે જુનો છે. માટે સોનાનો છે એ માન્યતા મુજબ આજે પણ લગભગ એજ પ્રાચાની રૂપમાં ચાલુ છે. શ્રધ્ધા અને ભકિતના પવિત્ર પ્રતીકરૂ પ ઘંટનો મહિમા અપાર છે.

ઘંટ ઉપરથી મહુડીનું પ્રખ્યાત તીર્થસ્થાન શ્રી ઘંટાકર્ણ મહાવીર તરીકે જાણીતું છે. મહુડીનો ઘંટમાનવ, જાનવરોના સર્પડંખ કે અન્ય વિષ ઉતારી નાખે છે. તેના પર જળાભિષેક કરતાં તેના જળસિંચનથી વિષ જાય છે. એવી માન્યતા છે.

પ્રાંત:કાળે મંદિરોમાંથી મધુર ઘંટા (મંગળા)ના જે વાતાવરણમાં પ્રસરે છે અને તેનાથી જે પવિત્ર વાતાવરણ ફેલાય છે. તેની અસર દિવ્ય હોય છે. દેવપૂજનમાં માંગલીક કાર્યમાં ઘંટા યા નાની ટોકરીઓનાં નાદને આવશ્યક માનવામાં આવ્યો છે. સંસ્કૃત સાહ્ત્યિમાં કહ્યું છે કે, સ્નાને, ધુપે તથા દીપે, નૈવેધે ભુષણે તથા ઘંટાનાદે પ્રકૃર્વીત તથા નીરાજને પિચ.

દેવને સ્નાન, ધુપદાન, દીપદાન, નૈવેધ, નિવેદન, આભુષણદાન તથા આરતીનાં સમયમાં ઘંટાનાદ કરવો જોઈએ ભગવાનની આગળ પૂજનના સમયે ઘંટા બજાવવાથી ઉતમ ફળપ્રાપ્તી થાય છે. એવું શાસ્ત્રનું કથન છે. ઘંટાની ગણત્રી ધનવાધમાં ગણવામાં આવી છે. કાસ્યતાલ (મંજીરા) ઘટીકા (ઘડીયાલ) જયઘંટિકા (વિજયઘંટ) શુધ્ધઘંટ (પૂજાની ઘંટડી) અને ક્રમ (લટકાવવામા આવેલો ઘંટ) આ ઘંટાના ભેદ છે. અને એમાંથી દરેકનો મંદિરોમાં ઉપયોગ થાય છે. નાની પુજાની ઘંટડીને પકડીને વગાડવા માટે ઉપરની તરફથી ધાતુમય દંડ હોય છે. એમાં એની ઉપર ગરૂ ડ, હનુમાનચક્ર યા પાંચ ફેણના સર્પની આકૃતિ હોય છે. આ મૂર્તિઓમાંથી કોઈ એકને ઘંટાદંડ પર રાખવાનું વિધાન છે. અને એનું મહત્વ પણ છે. લટકનાર ઘંટા પર દેવતાઓનાં નામ મંત્રાદી અંકિત કરવાની વિધિ છે. ભગવાનની મૂર્તિની આગળ શંખની સાથે નાની ટોકરી રાખવાનું આવશ્યક મનાતું છે. આ ઘંટાની પુજા કરવાનું પણ કહેવાયું છે. ગરૂ ડની પ્રતિમાવાળી ટોકરીનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

મિસર અને યુનાનમાં પણ પ્રાચીન સમયથી ઘંટનો પ્રચાર હતો. મિસરમાં ઓરિસિસમાં ભોજન નામના ઉત્સવની સુચના ઘંટ જોરશોરથી વગાડીને આપવામાં આવતી હતી. યહુદીઓનો પ્રધાન યાજક આરત પોતાના ઝભ્ભામાં નાની ઘંટડીઓ સિવડાવતો હવે તો ઘંટડીઅંનો ઉપયોગ ફેશન તરીકે થવા લાગ્યો છે. અનેક સ્ત્રીઓ પોતાના પોશાક ખાસ કરીને ચણીયાની નીચેની કિનારીએ નાની ઘંટડીઓની ઝુલ મુકાવે છે. યુનાનના સૈનિકોની શીબીરમાં દરેક સુચના ઘંટ વગાડીને આપવામાં આવતી હતી રોમમાં શાહી સ્નાનની સૂચના ઘંટ વગાડીને આપવામાં આવતી હોવાના ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. કેમ્પાનીયા ખાતે સૌ પ્રથમ સૌથી મોટો ઘંટ બનાવવામાં આવ્યો તેનું નામ કેમ્પસનો રાખવામાં આવ્યું આથી જ દેવળોનાં ઘંટાઘરમાં રાખવામા ઓવેલા મોટા ઘંટને કેમ્પેનાઈલ કહેવામાં આવે છે. રશિયામાં આવો જ વિશાળ ઘંટ છે. તેના નામનું ભાષાંતર કરીએ તો ઘંટરાજ થાય ઘંટ બનાવતી વખતે ખ્રિસ્તીઓ અનેક ધાર્મિક ક્રિયાઓ કરે છે. ઘંટ તૈયાર થઈ ગયા પછી એ લોકો તેનું નામ પાડે છે. નામકરણનો વિધિ ભવ્ય હોય છે. ઘંટ પર તેઓ પવિત્ર વાકયો કોતરાવે છે. તેમનો વિશ્ર્વાસ છે કે ઘંટના અવાજથી બિમારી ભય આદિ દૂર થઈ જાય છે.દરેક દેવસ્થાનમાં ઘંટ જરૂ ર જોઈએ એ વગરનું દેવસ્થાન અધૂરૂ  ગણાય, ઘંટારવ માનવીના જીવનમાં અગત્યનો એ રીતે બની ચૂકયો છે. કે હાલમાં સ્ટેશન પર ટ્રેનના આગમનની જાર, ફાયરફાઈટરનાં આપવાની જાણ શાળા મહાશાળાઓમાં વર્ગો શરૂ  થવાના અને પૂર્ણ થવાની જાણ તેનાથી જ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.