Abtak Media Google News

શહેરભરમાં કાલે શોભાયાત્રા, ધ્વજારોહણ, મહાઆરતી, જપ તપ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

કાલે શહેરભરના હનુમાનજીના મંદીરે અને વિવિધ સંસ્થાઓ દ્વારા હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં દિવસભર શોભાયાત્રા, ઘ્વજારોહણ, મહાઆરતી, જપતપ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, મારુતી યજ્ઞ, શ્રૃંગાર દર્શન મહાપ્રસાદ સહીતના ધાર્મીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ધાર્મિક કાર્યક્રમનો અને હનુમાન દાદાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવશે.

Ram Bhakt Hanumanji T3મહાદેવ વાડીના તાત્કાલીક હનુમાન મંદીર

રાજકોટ મહાદેવ વાડી ખાતે આવેલા તાત્કાલીક હનુમાન મંદીરે હનુમાન જયંતીએ શનિવારના રોજ સાંજે ૬ કલાકે હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભકતજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ભકતજનોને અનુરોધ કરાયો છે. તથા વધુ માહીતી માટે મો. ૯૪૨૬૯ ૭૭૫૯૧, ૭૫૬૭૫ ૩૦૪૩૧) પર સંપર્ક કરવા જણાવાયું છે.

કોઠારીયા કોલોનીનાં મોજીલા હનુમાન મંદીર

કોઠારીયા કોલોનીમાં મોજીલા હનુમાન મંદીરે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે મંગળા આરતી, ઘ્વજારોહણ, બટુક ભોજન, શરબત વિતરણ કરવામાં આવશે. જેેનો લાભ લેવા ભકતજનોને મંદીરના અનોપસિંઘ જાડેજા, બટુકસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા સહીતનાઓએ અનુરોધ કર્યો છે.

Jay Hanuman 1080P Hd Images Photoજીવનનગર ના રામેશ્ર્વર મહાદેવ મંદીરે

જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્ર્વર મહાદેવ મંદીર સમીતી અને મહીલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે શનિવારે જીવનનગર શેરી નં.૪ના મહાદેવ ધામમાં હનુમાન જયંતિએ અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. જેમાં હનુમાનજીનું પુજન, અર્ચન, પૂજા પાઠ જપ તપ સાથે સામુહિક સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠનું તેમજ દિપમાલા, રોશની, શ્રુંગાર સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તથા સાંજે રહીશો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર બીનાબેન આચાર્ય, જયોત્સાબેુન ટીલાળા, અશ્ર્વિનભાઇ ભોરણીયા, પૂર્વ કોપોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પરેશભાઇ તન્ના હરેશભાઇ કાનાણી, પ્રભારી માધવ દવે, મીતાબેન વાછાણી, ભાવનાબેન મહેતા તથા ભાજપના મહીલા અગ્રણી અંજલીબેન રુપાણી પણ હાજર રહેશે.

રૂખડીયા હનુમાન જયંતિ

શ્રી રૂખડીયા હનુમાનજી મંદીર, જંકશન રેલવે સ્ટેશન રાજકોટ ખાતે અને રૂખડીયા હનુમાનજીની શાખા, સિઘ્ધ ગુરુદેવ પ્રેમદાસજી મહારાજ સંસ્થાપિત જુગલ હનુમાનજી મંદીર વેલનાથપરા શાળા નં.૭૩ ની બાજુમાં મોરબી રોડ રાજકોટ ખાતે આવતીકાલે તા.૩૧ ને શનિવારના રોજ હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાશે જેમાં રૂખડીયા હનુમાનજી મંદીર બપોરે ર થી ૪.૩૦ સંગીતમય સુઁદરકાંડના પાઠ, સાંજે ૪ થી પ  હનુમાનજી મહારાજના પૂજન, અર્ચન, આરતી અને સાંજે ૬ થી ૮.૩૦ બટુક ભોજન અર હનુમાનજી મહારાજના પુજન, અર્ચન, આરતી બપોરે ૧ થી ર સેવકો માટે મહાપ્રસાદ અને સાંજે ૪ થી ૭ બટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

Hanumanશહેર ભાજપ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડની યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે બડા બજરંગ મિત્રમંડળ આયોજીત હનુમાન જન્મોત્સવ રથયાત્રાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા. ૩૧ ને શનિવારના રોજ બપોરે ર કલાકે શહેરના કરણપરા ચોક ખાતે સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉ૫સ્થિત રહેવા કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે અનુરોધ કર્યો છે.

સૂર્યમુખી હનુમાનજી મંદિર

૧૧ વિજય પ્લોટ, ગોંડલ રોડ ખાતે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતીની ભકિતભેર ઉજવણી કરવામાં આવશે કાલે સાંજે ૭ કલાકે સૂર્યમુખી હનુમાનજીની મહાઆરતી યોજાશે બાદમાં ૭.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સૂર્યમુખી હનુમાનજી મંદિરનાં મહંત હરભજનદાસ બાપૂએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.