Abtak Media Google News

સ્નાન કરતી વેળાએ બાથરૂમનો જર્જરીત ભાગ પડતા અધિકારીને ઇજા પહોંચતા સારવારમાં

જામનગરની ઘટના બાદ પણ પીડબલ્યુડી બોધપાઠ ન લીધો !!

જામનગર ખાતે એક સપ્તાહ પૂર્વે હાઉસીંગ બોર્ડના ત્રણ માળનું જર્જરીત ભાગ ધરાશાઇ થવામાં એક જ પરિવારના ત્રણ વ્યકિતના મોત નિપજયાના બનાવ બાદ રાજયભરનું તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં હાઉસીંગ બોર્ડ અને પીડબલ્યુડી સહિતના તંત્ર દ્વારા જર્જરીત બિલ્ડીંગનું સર્વની કામગીરી વચ્ચે શ્રોફ રોડ પર ઓફીસર કવાર્ટરમાં પોપડુ પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર દ્વારા જર્જરીત આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા લોકોનું સ્થળાંતર કરી દુર્ઘટના ન ઘટે તેવા પગલા  લેવામાં આવી રહ્યા છે ત્યારે શ્રોફ રોડ ઉપર આવેલા જર્જરીત સરકારી આવાસ ક્વાર્ટરના  બાથરૂમમાં પોપડુ પડતા સ્નાન કરી રહેલા ક્વાર્ટર ધારકને માથામાં ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ

શહેરમાં તંત્ર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ જર્જરીત આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા લોકોનું સ્થળાંતર કરી દુર્ઘટના ન ઘટે તેવા પગલા  લેવામાં આવી રહ્યા છે ત્યારે શ્રોફ રોડ ઉપર આવેલા પીડબ્લ્યુડીના ક્વાર્ટરમાં વર્ષોથી સેનીટેશન, રંગરોગાન અને ગટર સહિતના અનેક વર્ષો જૂના પ્રશ્નો અંગે દર વખતે ક્વાર્ટરના રહીશો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ગઈકાલે શહેરમાં મેઘરાજાએ સંધ્યા ટાણે મંડાણ માંડતા અનરાધાર વરસાદ વરસ્યો હતો અને તે દરમિયાન પીડબ્લ્યુડીના ક્વાર્ટરમાં રહેતા ક્વાર્ટર ધારક બાથરૂમમાં નાહવા માટે ગયા હતા

ક્વાર્ટર ધારક સ્નાન કરતા હતા ત્યારે અચાનક બાથરૂમનું પોપડુ માથે પડ્યું હતું. સ્નાન કરી રહેલા ક્વાર્ટર ધારકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ પણ જો તંત્ર ઊંઘ નહિ ઉડાડે તો દુર્ઘટના સર્જાય તેવી દહેશત છે.પીડબલ્યુડીને આ મામલે અનેક વખત રહેવાસીઓ દ્વારા રજુઆત કરવા છતાં ઠોસ પગલા લેવાને બદલે થાબડભાણા કરતા હોવાનું ચર્ચાય રહ્યું છે. માર્ગ મકાન વિભાગ જો નાની ઘટના પરથી બોધપાઠ નહી લે તો ભવિષ્યમાં મોટી દુર્ધટના સર્જાય તો નવાય નહી કલેકટર દ્વારા જામનગરની ઘટના બાદ સર્વના આદેશ કરવા છતાં તંત્ર ધોર નિદ્રામાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.