Abtak Media Google News

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટી વિષય ઉપર વાર્તાલાપ યોજાશે

ઓનલાઇન સેમિનાર દ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પહોંચશે ફાયદો

પહેલાના સમયમાં માર્કેટિંગ માત્ર મોટા ધંધા વાળા લોકો જ કરતાં હતા પણ હવે તો દરેક વ્યક્તિ માર્કેટિંગ કરી શકે છે. ડિજિટલ માર્કેટિંગને કારણે હવે દરેક લોકો જેમની પાસે મોબાઇલ અને ઇન્ટરનેટ છે તેઓ ઓનલાઇન મફત અથવા પૈસા ખર્ચ કરીને માર્કેટિંગ કરી શકે છે.ડિજિટલ માર્કેટિંગ એક એવો વિષય છે જેના વિશે હવે દરેક લોકોએ જાણવું જરૂરી છે, જેમાં મોટા બિઝનેસ મેન અને એવા વ્યક્તિ જેમનો ધંધો હજુ નાના સ્તર પર છે તેમનો પણ સમાવેશ થાય છે.

Advertisement

લઘુ અને મધ્યમ ઉદ્યોગો સતત ઉદ્યોગોને વિકસિત બનાવવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો હેઠળ અનેકવિધ પાંખો આવેલી છે જેમાંની ટેકનોલોજી ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ 1,2,8 અને 9 જુલાઈના રોજ ઓનલાઈન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઇન સેમિનારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટી વિષય ઉપર પ્રશિક્ષણ આપવામાં આવશે.

રાજકોટ ખાતે આવેલું એમએસએઇ ટેકનોલોજી ડેવલોપમેન્ટ સેન્ટર સમયાંતરે અનેક રોજગાર લક્ષી અને જાગૃતતાલક્ષી સેમિનારનું આયોજન કરતું હોય છે અને તેનો ફાયદો પણ મુખ્યત્વે નાના નાના ઉદ્યોગોને મળે છે. હું અને મધ્યમ ઉદ્યોગ ટેકનોલોજી ડેવલોપમેન્ટ કેન્દ્રના અધિકારી પ્રણવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા જે ડિજિટલ માર્કેટિંગ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું છે તે લઘુ ઉદ્યોગો માટે ખૂબ મહત્વનું સાબિત થશે

કારણકે પોતાના ઉદ્યોગને કઈ રીતે વિકસિત કરવો અને તેના માટે કયા પ્રકારે ડિજિટલ માર્કેટિંગ કરવું તે અંગે કોઈ યોગ્ય આવડત હજુ ઉદ્યોગકારોએ કેળવી નથી. ત્યારે આવનારા દિવસોમાં જ્યારે દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તેને જોઈ આ સેમીનાર ઉદ્યોગો માટે ખૂબ મહત્વનો અને ઉપયોગી નીવડશે.  ડિજિટલ માર્કેટિંગ સેમીનાર હાલ ઉદયપુરના કોસ્તુબ ભટ્ટાચાર્ય દ્વારા લેવામાં આવશે. તેઓ ડિજિટલ માર્કેટિંગ માટે ખૂબ સારું એવું નામ છે કારણ કે ડિજિટલ ક્ષેત્રે તેમના દ્વારા અનેકવિધ ક્રાંતિ સર્જવામાં આવી છે.

ડિજિટલ માર્કેટિંગ એટલે કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને મોબાઇલ અથવા કમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા લોકો સુધી પહોચાડવાની રીત. સરળ શબ્દોમાં ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા લોકો સુધી પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ પહોચાડવું અથવા વેચવું.ડિજિટલ માર્કેટિંગમાં કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને વેંચવા માટે અલગ-અલગ માધ્યમો ઉપયોગમાં લેવાય છે જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વેબસાઇટ, ઈમેલ, સર્ચ એંજિન વગેરે.

અત્યારે લોકો પોતાનો વધારે સમય મોબાઇલ અને કમ્પ્યુટરમાં પસાર કરે છે અને ઇન્ટરનેટનો ખૂબ વધારે ઉપયોગ કરે છે. આ કારણે બધા જ પ્રકારના લોકો તમને ઇન્ટરનેટ પર જોવા મળે છે અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા પોતાની સર્વિસ કે પ્રોડક્ટને વધારે લોકો સુધી પહોચાડી શકાય છે. ઇન્ટરનેટ ઉપર તમને બધા જ પ્રકારના અને પોતાની જુદી-જુદી પસંદગી ધરાવતા લોકો જોવા મળે છે. આ કારણે તમારે પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ કેવા લોકો સુધી પહોચાડવું છે એ તમે નક્કી કરી શકો છો અને પોતાના માર્કેટિંગ બજેટને સાચી દિશામાં ઉપયોગ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.