Abtak Media Google News
  • વર્ષ દરમિયાન સરગમ કલબ દ્વારા નાટક, ફિલ્મ શો તથા મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનો વણઝાર
  • 1 માર્ચથી નવા વર્ષની મેમ્બર શીપના ફોર્મનું વિતરણ

છેલ્લાં ચાર દાયકા કરતા પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્યો કરીને લાખો લોકો સુધી તેનો લાભ પહોચાડનાર સરગમ કલબ ના સભ્યો માટે હાલનું વર્ષ પૂરું થવામાં છે અને વર્ષના છેલ્લા કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે તો બીજી તરફ નવા વર્ષની મેમ્બરશીપ પણ શરુ થઇ રહી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સરગમ પરિવારના સભ્યોને દર વરસે એક એકથી ચડિયાતા કાર્યક્રમોની ભેંટ આપવામાં આવે છે અને તેથી જ હજારો કલારસિક રાજકોટવાસીઓ સરગમ પરિવારના સભ્ય બને છે. તેમણે હાલના સરગમ કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ સીનીયર સિટીઝન કલબ અને સરગમ કપલ કલબ તથા સરગમ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યોને નવા વર્ષનું ફોર્મ ભરી દેવા અનુરોધ કર્યો છે.

Advertisement

ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, 2023-24નું વર્ષ 31 માર્ચે પૂરું થઇ રહ્યું છે અને નવું વર્ષ 1/04/24થી શરુ થવાનું છે. નવા વર્ષે પણ આ સભ્યો ઉપરાંત નવા સભ્યો સરગમ પરિવારના સભ્યો બનશે. સરગમ પરિવારના સભ્યો માટે દર વર્ષે 10 શ્રેષ્ઠ કાર્યક્રમો આપવામાં આવે છે.

સરગમ પરિવારના સભ્ય થવા માટે 1/3 થી 31/03/24  સુધી સરગમ કલબની ઓફીસ ડો.યાજ્ઞીક રોડ, જાગનાથ મંદિર ચોકમાં આવેલી છે. ફોર્મ ભરીને પહોચાડવાના રહેશે.

સરગમ કલબ નજીવી ફીમાં વાર્ષિક એક વર્ષની મેમ્બરશીપ આપે છે. ચિલ્ડ્રન કલબના સભ્ય થવા માટે 500 રૂપિયા, લેડીઝ કલબના સભ્ય બનવા માટે 650 રૂપિયા, સીનીયર સિટીઝન કલબના સભ્ય થવા માટે 750 રૂપિયા , કપલ કલબ ( બે વ્યક્તિ ) માટે 1500 રૂપિયા, જેન્ટ્સ કલબ માટે 750 રૂપિયા અને સીનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે. આ મુજબની ફી ભરીને સભ્ય થનારા માટે 20 એપ્રિલથી નવા કાર્યક્રમો શરુ થશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, સરગમ પરિવારના સભ્યો માટે સમગ્ર વર્ષ દરમિયાન મ્યુઝીકલ નાઈટ, નાટક, હસાયરો સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે.

હાલના સભ્યોનું વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થઇ રહ્યું છે અને એ પૂર્વે  વર્ષના છેલ્લા કાર્યક્રમ રૂપે મુંબઈના શ્રેષ્ઠ નાટક ’અજબ સાસુના ગજબ ધડાકા’નું આયોજન કરવામાં આવ્યું છે. શૈલેશ ગોર, જપેન ગોર, જયેશ પટેલ નિર્મિત તથા યુનુસ પટેલ દિગ્દર્શિત અને ઈમ્તિયાઝ પટેલ લિખિત આ નાટકમાં કોમેડી ક્વીન પ્રતિમા ટી, જીતુભાઈ કોટક વગેરે અભિનય આપી રહ્યા છે.

સરગમ લેડીઝ કલબનાં સભ્યો માટે આ નાટક તા. 9/3/24ને શનિવારે બપોરે 3/30 થી 6/15 દરમિયાન યોજાશે.

સીનીયર સિટીઝન કલબના સભ્યો માટે આ નાટક તા. 10/03/24ને રવિવારે સાંજે 6/00 થી 9/00 દરમિયાન યોજાશે.

કપલ કલબના સભ્યો ( સભ્ય સંખ્યા નંબર 1 થી 1000 )  માટે આ નાટક તા. 7/3ને ગુરુવારે રાત્રે 9/45 વાગ્યે, સભ્ય નંબર 1001 થી 2000 માટે તા. 8/3ને શુક્રવારે રાત્રે 9/45 વાગ્યે, સભ્ય નંબર 2001થી 3000 માટે તા. 9/3ને શનિવારે રાત્રે 9/45 વાગ્યે અને સભ્ય નંબર 3001 થી 3600 માટે તા. 10/3ને રવિવારે રાત્રે 9/45 વાગ્યાથી યોજાશે.

સરગમ જેન્ટ્સ કલબના સભ્યો માટે આ નાટક તા. 10/3 ને રવિવારે રાત્રે 9/45 થી 12/30 દરમિયાન યોજાશે.અને આમંત્રિતો તથા ડોનર માટે રાત્રે 9/45 કલાકે યોજાશે.

ચિલ્ડ્રન કલબના સભ્યો માટે તા. 10/3ને રવિવારે સવારે 9.00 થી 11/30 દરમિયાન હેમુ ગઢવી હોલમાં ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરગમ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યોને આકર્ષક ગીફ્ટ પણ આપવામાં આવેલ તે કુરિયર મારફત મોકલી આપેલ છે.

સરગમ કલબ સંચાલિત સીનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટનાં સભ્યો માટે તા. 4/3ને સોમવારે હેમુ ગઢવી હોલ ખાતે હસાયરો યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ નો સમય સાંજે 6/30 થી 9/00 નો રહેશે. આ હસાયરામાં ધીરુભાઈ સરવૈયા અને ગુલાબદાન બારોટ હાસ્ય રસ પીરસશે. આ વર્ષનો છેલ્લો પ્રોગ્રામ રહેશે. જે મેમ્બરોએ ઇવનિંગ પોસ્ટનાં નવા વર્ષના સભ્ય થવા માટે ઈચ્છુક વડીલો ફોર્મ ભરીને ઇવનિંગ પોસ્ટ ની ઓફીસ કસ્તુરબા ગાંધી રોડ, રાજકોટ જીલ્લા બેંક પાસે, ચૌધરી હાઇસ્કુલ નજીક ભરીને આપવાના રહેશે ફોમ ભરવાનો સમય સવારે  9 થી 12 અને સાંજે 4 થી 7 સુધીનો રહેશે.

ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં જનાવ્યુચે કે, આ વર્ષના સભ્યોને જુદા જુદા 11 કાર્યક્રમો અને 31 ડીસેમ્બરના  ભોજનનો લાભ પણ મળ્યો હતો.

સરગમ કલબ દ્વારા બહેનો અને બાળકો માટે જુદા જુદા વિસ્તારમાં લાયબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત હેલ્થ કેર સેન્ટર, છ હેલ્થ સેન્ટર, છ દવાખાના રાહત દરના અને ત્રણ લેબોરેટરીનું સંચાલન પણ કરવામાં આવે છે. સરગમ કલબ દ્વારા સંચાલિત મેડીકલ સ્ટોરમાંથી 10 ટકાના રાહતથી દવાઓ આપવામાં આવે છે. દર મહિનાની પહેલી તારીખે જયપુર ફૂટ કેમ્પ યોજવામાં આવે છે.

સરગમ કલબ બ્રહ્મસમાજ ચોક ખાતે અનીલ જ્ઞાન મંદિરના નામે સ્કુલનું સંચાલન પણ કરે છે. સરગમ ભવન ખાતે કલામંદિરમાં તબલા, ગીટાર, હાર્મોનિયમ, ઓર્ગન અને વેસ્ટર્ન ડાન્સની તાલીમ આપવામાં આવે છે. અહી શિવણ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસ,લેડીઝ બહેનો માટે જીમ પણ ચાલી રહ્યા છે.

સરગમ કલબ દ્વારા કેનાલ રોડ ઉપર સંચાલિત સેન્ટરમાં એક્યુપ્રેશર, ફિઝીયોથેરાપી, વેલનેસ થેરાપી, સેરાજામ થેરાપી, લેડીઝ બહેનો માટે જીમ ઉપરાંત મહેંદી, ડ્રોઈંગ, શિવણ ક્લાસ ચલાવવામાં આવે છે.

ગુણવંતભાઈ ડેલાવાળાએ અંતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી આ એક માત્ર સંસ્થા છે અને તેમાં અમને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળી રહ્યું છે.

આ પત્રકાર પરિષદમાં ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, ખોડીદાસભાઈ પટેલ,  વગેરે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.

સરગમ કલબની પ્રવૃતિઓ

ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે કે, સરગમ કલબ વર્ષોથી પ્રજાલક્ષી પ્રવૃત્તિ કરે છે અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો કરે છે. વર્ષ દરમિયાન મ્યુઝીકલ નાઈટ,હસાયરો, સંગીત સંધ્યા, લોકડાયરો,બહેનોના ગોપી રાસ, સરગમ પરિવારના સભ્યો માટે દાંડિયા રાસ, નાટક વગેરે કાર્યક્રમો પણ યોજાય છે અને હજારોની સંખ્યામાં સભ્યો તેનો લાભ લ્યે છે.

સરગમ કલબ દ્વારા હેમુ ગઢવી હોલનું સંચાલન છેલ્લા 25 વર્ષથી કરવામાં આવે છે જયારે રામનાથપરા મુક્તીધામનું સંચાલન 30 વર્ષથી કરવામાં આવે છે. આ સિવાય 10 વર્ષથી ઇવનિંગ પોસ્ટ અને 10 વર્ષથી ઇન્ડોર સ્ટેડીયમનું સુંદર અને પારદર્શક રીતે સંચાલન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.