• અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા
  • અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા હતા

જુનાગઢ ન્યૂઝ : અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા  . પ્રિ વેડિંગ બાદ પ્રથમવાર અનંત અંબાણી અને રાધિકા માદરે વતન આવ્યા હતા .ચોરવાડમાં ભવ્ય “સામૈયુ” કોકીલાબેન થયા ભાવુક.. અનંત એ કહ્યું ચોરવાડમાં હજુ દસ ધીરુભાઈ ઉભા કરવાની તાકાત છે.  રિલાયન્સ એમ્પાયર ના સ્થાપક સ્વ ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દાદીમાં કોકીલાબેન સાથે વતનવાસીઓના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે અંબાણી પરિવારનું ગામજનોએ પરંપરાગત રીતે ભવ્ય સામૈયું કર્યું હતું . અંબાણી પરિવાર ના તમામ સભ્યોએ ગામના ભવાની માતાજીના મંદિરે આરતી પૂજન કરીને ચોરવાડ ગામને ધુવાળા બંધ જમણવાર કરાવ્યું હતું. Screenshot 5 3

અંબાણી પરિવાર એ જામનગરમાં અનંત અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ રિસેપ્શનમાં દુનિયાભરના મહાનુભાવો ઉપસ્થિતિમાં યોજાયેલા અવસર બાદ પરિવારના મૂળ વતન ચોરવાડમાં અનંત અને રાધિકા ગ્રામજનોના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા.
અનંત અંબાણીએ સમસ્ત ચોરવાડવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે હું મારા દાદા ના વતન આવ્યો છું તમે મને અને રાધિકા અને મારા આખા પરિવારને આશીર્વાદ આપો.

ચોરવાડ મારા દાદા ની જન્મભૂમિ છે ,રિલાયન્સ જે કઈ છે તે ચોરવાડના કારણે થયું હોવાનું માનું છું. .દાદાજી ચોરવાડના જ છે મને લાગ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થતા હોય તો આ જ ગામથી 10 ધીરુભાઈ ઉભા થવા જોઈએ અહીંયા ના બાળકો અને યુવાનો ધીરુભાઈ માંથી પ્રેરણા લઈને આગળ વધે તેવી મારી ઈચ્છા છે. આ ગામમાં શક્તિ છે ,ચોરવાડી માતાજી બધાનું ભલું કરે., તેવી શુભકામના પાઠવી હતી.Screenshot 6 2

અનંત અંબાણીના સંબોધનથી ચોરવાડવાસીઓ ભાવુક થઈ ગયા હતા અને તાળીઓથી વધાવી લીધા હતા.
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ અને તેમના દાદીમાં કોકીલાબેન સહિત પરિવારજનોએ માતાજીના દર્શન કર્યા હતા અને ચોરવાડમાં અંબાણી પરિવારના જુના મકાને ઉતારો લીધો હતો આખું પરિવાર જુના મકાનમાં રોકાયા હતા અને ધીરુભાઈ ની યાદો વાગોડી હતી. ત્યારબાદ ચોરવાડ સમસ્ત ગામમાં ધુવાડા બંધ જમણવારમાં જોડાયા હતા અને રાત્રે ભવાની માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરો હતો જેમાં સુપ્રસિદ્ધ કલાકારો એ જમાવટ કરી હતી.અંબાણી પરિવારના તમામ સભ્યો ચોરવાડ ના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અનંત અંબાણીએ ભાવુક થઈને ચોરવાડ વાસીઓને સંબોધ્યા ત્યારે ચોરવાડવાસીઓ એ કહ્યું હતું કે અનંત અદલો અદલ ધીરુભાઈ જેવા છે. ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ.લોકો ના જમણવારમાં સૌને અંબાણી પરિવાર એ આવકારીને ભાવભેર જમાડ્યા હતા.
જામનગરમાં પ્રી વેડિંગ લગ્ન કાર્યક્રમ બાદ ચોરવાડમાં સૌપ્રથમ આવેલા અનંત અંબાણી અને રાધિકા અંબાણી નું ગ્રામજનોએ એ પરંપરાગત રીતે સામૈયુ કર્યું હતું.

ભવાની માતાજીના મંદિરના પટાંગણમાં મોડી રાત સુધી ચાલેલીડાયરાની મોજ સાંસદ રાજેશ ચુડાસમા એ માણી હતી. લોકોની વચ્ચે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ કિર્તીદાન ગઢવી ના ભજન ની મોજ લીધી હતી ટિકિટની ચિંતા કર્યા વગર રાજેશભાઈ ચુડાસમાએ ઘરનો ડાયરો મન ભરીને માણ્યો હતો. કોકીલાબેન અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે અંબાણી પરિવારના ચોરવાડ અને કુકસવાડાના જુના સંબંધીઓને રૂબરૂ મળીને ખબર પૂછ્યા હતા.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.