અંજાર: વરસામેડીની મુકબધીર તરૂણીના જન્મ દિવસે પાડોશીએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

કરિયાણાના દુકાનદારે તરૂણીને બહેન બનાવી રાખડી બંધાવ્યા બાદ દુષ્કર્મ આચરતા કામાંધ પર સર્વત્ર ફિટકાર

પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલા વરસામેડી ગામની મુકબધ્ધીર તરૂણીને પાડોશમાં રહેતા ધર્મના ભાઇએ હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા કામાંધ શખ્સ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વરસામેડીના બાગેશ્ર્વરીનગરમાં કરિયાણાની દુકાન ધરાવતા શુભમ માંગેરામ નામના શખ્સુ મુકબધ્ધીર તરૂણી પાસે રાખડી બંધાવી બહેન બનાવ્યા બાદ તરૂણી પોતાના જન્મ દિવસ નિમિતે ધર્મના માનેલા ભાઇને ચોકલેટ આપવા ગઇ ત્યારે તેણીને ઘરમાં બોલાવી છરી બતાવી બળાત્કાર ગુજાર્યો બાદ કરિયાણાની દુકાને ચીજવસ્તુ લેવા ગઇ ત્યારે ફરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા અંગેની અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા અંજાર પી.આઇ. એસ.જી. ખાંભરા સહિતના સ્ટાફે શુભમ સામે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.