Abtak Media Google News
  • ટ્રાફીક પોલીસના ચેકીંગમાં ભાંડાફોડ થયો: પોકસો એકટ હેઠળ મુળ અમદાવાદના સમીર પઠાણ વિરૂઘ્ધ  ગુન્હો નોંધાયો

અમદાવાદના સમીર પઠાણે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી સગીરાને તાવીજ અને હાથ-પગમાં દોરા પહેરાવ્યા હતા. જે બાદ વાલીઓને જાણ થતાં તેમણે તે બધા દોરાધાગા કાઢી નાખ્યા હતા.” 16 વર્ષની સગીરા સાથે સમીર પઠાણ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભુજ પોલીસના ચોપડે નોંધાઈ છે. આરોપ છે કે ઈન્સ્ટાગ્રામથી પઠાણે 11મા ધોરણમાં ભણતી 17 વર્ષની સગીરાને ફસાવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. એફઆઇઆર દાખલ થયા બાદ પોલીસે મૂળ અમદાવાદના અને હાલ ભુજમાં રહેતા સમીર પઠાણની ધરપકડ કરી હતી. કાયદાકીય કાર્યવાહી બાદ સમીર પઠાણને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ આપ્યો છે. આ સમગ્ર ભાંડો ભુજ પોલીસના ચેકિંગ દરમિયાન ફૂટ્યો હતો.

અહેવાલો અનુસાર, આરોપી સમીર પઠાણ અમદાવાદનો રહેવાસી છે અને ભુજમાં તેના નાનાનું ઘર છે.   વચ્ચે ખટરાગ પેદા થતાં તેની માતા સાથે તે ભુજમાં આવ્યો હતો. અહીં તે એક જગ્યાએ દાબેલીવાળાને ત્યાં નોકરી પણ કરતો હતો. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 11મા ધોરણમાં ભણતી એક 16 વર્ષની સગીરાને ફસાવી હતી.

તેની સાથે પહેલાં મિત્રતા કેળવી અને ત્યારબાદ મીઠી વાતો કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તે સગીરાને લલચાવી-ફોસલાવી સ્કૂલ બંક કરવા માટેનું કહેતો અને તેને  ભુજની બહાર લઈને જતો. આરોપ છે કે અહીં તેણે અનેકવાર સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.ધોરણ 11મા અભ્યાસ કરતી 17 વર્ષની કિશોરીને ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યાની ઘટનાનો ઘટસ્ફોટ ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસે કર્યો હતો. શુક્રવારે (22 ફેબ્રુઆરી) બપોરના સમયે ભુજ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ગોસ્વામી અને તેમની ટીમ રિલાયન્સ સર્કલ પાસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે સમયે એક નંબરપ્લેટ વગરની એક્ટિવા પર સગીરા સાથે સમીર પઠાણ નીકળતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ હાથ ધરી હત”એક્ટિવા ચાલક અને સગીરાનાં નામ અને ઉંમર પૂછતાં પોલીસને શંકા ગઈ હતી. જે બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, ધોરણ-11મા અભ્યાસ કરતી સગીરાને સમીર હમીદખાન પઠાણ સ્કૂલ બંક કરાવીને પોતાની એક્ટિવા પર ભુજની બહાર ટપકેશ્વરીના જંગલોમાં ફરવા લઈ જતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.