Abtak Media Google News

આઠ વર્ષમાં પ્રથમ પૂર્ણ શ્રેણી રમશે પહેલો ટેસ્ટ મેચ ૨૬ જુલાઇએ

ભારતીય ક્રિકેટ ટીમ લગભગ એક વર્ષ બાદ ઘરથી બહાર તેનો પહેલા ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. શ્રીલંકાની વિ‚ઘ્ધ રમાશે. શ્રીલંકાએ ભારત અને તેની વચ્ચે થનારી ટેસ્ટ્ર, વન-ડે અને સીરીઝના કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આઠ વર્ષ પછી ભારત-શ્રીલંકા પ્રથમ પૂર્ણ શ્રેણી રમશે.

ફિકઇફોના અહેવાલ મુબજ ૩ ટેસ્ટ, પ વન-ડે અને ની સીરીઝ પહેલા કોઇ અભ્યાસ મેચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. પ્રથમ ટેસ્ટ મેચ શ્રીલકાંના ગોલમાં ૨૬ જુલાઇએ શરુ થશે. આ અગાઉ વર્ષ ૨૦૦૯માં ભારત-શ્રીંલકા પૂર્ણ શ્રેણી રમ્યા હતા. જેમાં ભારતે ટેસ્ટ સીરીઝ ૨-૦, વન-ડે ૩-૧ અને ૧-૧ થી શ્રેણી જીતી હતી.

પ્રથમ ટેસ્ટ મેચ ગોલમાં ૨૬ જુલાઇએ રમાશે. બીજો ટેસ્ટ મેચ કોલંબોમાં ૩ ઓગષ્ટે અને ત્રીજો ટેસ્ટ મેચ કેન્ડીમાં ૧ર ઓગષ્ટે રમાશે. વનડેની વાત કરીએ તો પ્રમથ ઓડીઆઇ ૨૦ ઓગષ્ટે ડાબ્લુલામાં થશે તો બીજો અને ત્રીજો કેન્ડીમાં ર૪ અને ર૭ ઓગષ્ટે ક્રમશ: કેન્ડીમાં જ રમાશે. તો ચોથો ઓડીઆઇ મેચ કોલંબોમાં ૩૧ ઓગષ્ટે રમાશે. પાંચમો ઓડીઆઇ પણ કોલંબોમાં જ ૩ સપ્ટેમ્બરે રમાશે જયારે ૬ સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.