Abtak Media Google News

પાકિસ્તાનના ખાડે ગયેલા અથંતંત્રને ઉગારવા ઇમરાન સરકારના પ્રયાસો: આઇએમએફમાંથી મદદ મેળવ્યા બાદ સ્વૈચ્છીક બેનામી સંપતિ જાહેર કરી દેશને બેઠું કરવા આનની અપીલ

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત કંગાળ હાલતમાં જયારે દેશમાં પ્રર્વતતી નાણાકીય ખેંચ અને આર્થિક કટોકટીને નિવારવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન વર્લ્ડ ઇમરજન્સી ફંડ અને વર્લ્ડ બેન્કની નાણાંકીય સહાય વધુમાં વધુ મેળવી અર્થતંત્ર ને બેઠુ કરવા માટે મહેનત કરી રહ્યા છે.

દરમ્યાન ઇમરાનખાને દેશના સમાતર આર્થિક પરિબળ એવા કાળા નાણાની સંપતિને મુખ્ય આર્થિક પ્રવાહ સાથે જોડવા પ્રયાસો શરુ કરી દીધા છે. દેશમાં સંગ્રહવામાં આવેલી બેનામી સંપતિઓ અને બેનામી બેન્ક ખાતાઓને ૩૦મી જુન સુધીમાં સ્વૈચ્છીક રીતે જાહેર કરવાનું તાકીદ કરીને આ સમય મર્યાદા બાદ જેલમાં જવા તૈયાર રહેવાની ચીમકી આપી છે.

પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાનખાને દેશમાં કાળુ ધન જમા કરનાર સામે આકરી ચેતવણી ઉચ્ચારી ૩૦મી જુન સુધીમાં બેનામી સંપતિઓ અને ખાતાઓ જાહેર ન કરનારાઓ સામે આકરી કાર્યવાહીના સંકેતો આપ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટ પ્રવચનમાં વડાપ્રધાન ઇમરાનખાને કરેલી જાહેરાતમા જણાવ્યું હતું કે આપણા દેશને મહાન રાષ્ટ્ર બનાવવું હશે તો આપણે આપણી જાતને બદલાવી પડશે. હું તમામને અપીલ કરું છું કે સરકારની સ્વૈચ્છીક સંપતિ જાહેરાત યોજનામાં દરેક લાભ લે જો આપણે કર નહિ ચુકવી એ તો આપણે આપણા

દેશને ઉંચે નહી લાવી શકીએ ખાને પાકિસ્તાનની ઓને ૩૦મી જુન સુધીમાં બેનામી મિલ્કતો બેનામી બેંક ખાતાઓ અને વિદેશમાં છુપાયેલા નાણાઓને જાહેર કરવાની મુદત આપી છે.

બેનામી અસ્કયામતો અને સંપતિ કાર્યવાહક વ્યકિતઓના નામે ત્રાહિત વ્યકિતઓને કબજા ભોગવટાના અધિકારો આપીને મુળ વ્યકિતના નામે કર્યા વગર રાખવામાં આવતી હોય છે. ૩૦મી જુન પછી બેનામી સંપતિઓ અને બેનામી ખાતાઓને બચાવની વાતની કોઇને તક નહિ મળે જેમ સરકારે જાહેર કયુૃ છે. સરકારની તપાસનીસ એજનસીઓએ દેશની બેનામી સંપતિઓ અને બેનામી ખાતાઓ ઉપરાંત વિદેશમાં સંધરવામાં આવેલા નાણાઓની તપાસ કરીને આવી સઁપતિઓ શોધવાનું શરુ કર્યુ છે. અને અનેક સંપતિઓ શોધવાનું શરુ કર્યુ છે. અને અનેક સંપતિઓ મળી આવી છે.પાકિસ્તાનમાં સ્વૈચ્છીક બેનામી સંપતિઓ ની જાહેરાત અને સંપતિઓ રેગ્યુલાઇઝડ કરવાની અગાઉ કયારેય તક આપવામાં આવી નથી. તેથી આ યોજનાનો લાભ લઇ પાકિસ્તાનને મજબુત બનાવી તમારા બાળકોનું ભવિષ્ય મજબુત કરી અમને આપણા રાષ્ટ્રને પગભર બનાવી લોકોને ગરીબીમાંથી મુકત બનાવવાની તક આપવી જોઇએ.

પાકિસ્તાનીઓ ભુતકાળના દસ વર્ષમાં પાકિસ્તાનું દેવું છ હજાર મીલીયન ડોલરમાંથી  વધીને ૩૦ હજાર મીલીયન ડોલર સુધી પહોંચી ગયું છે. દેશની વાર્ષિક મહેસુલી આવક ૪ હજાર મિલીયન ડોલરની છે. જેમાંથી અડધો અડધ રકમ કર્ઝની ચુકવણીમાં જ ચાલી જાય છે. અને દેશમાં ખર્ચ કાઢતાં કોઇ રકમ બચતી જ નથી. પાકિસ્તાન ઇમરજન્સી મોનીટર ફંડમાંથી છ મીલીયન ડોલરની વચગાળાની સહાય મેળવવા કરાર માટે સફળ થયું છે. પાકિસ્તાન વિશ્ર્વનું એવું છે કે જે ઓછામાં ઓછું કર ચુકવશે અને વધુમાં વધુ સહાય ઉપર નિર્ભર છે જો પાકિસ્તાન અને તેના લોકો રાષ્ટ્રહિતમાં સક્રિય થાય તો વર્ષે ૧૦ હજાર મીલીયન ડોલરનું ભંડોળ ઉભુ કરી શકે છે.

મે મહિનામાં પાકિસ્તાનની તેહરીકે ઇન્સાફ સરકારે સૌ પ્રથમ સ્વૈચ્છીક રીતે સંપતિ ની જાહેરાતની યોજના બનાવી હતી. જેમાં બેનામી સંપતિઓના છુપા સોલદા અને કાળા નાણાને ધોળા કરવાની પ્રવૃતિઓ મિલ્કતના વેચાણ અને વિદેશી સંપતિઓને નજીવા કર ભરવાથી કાયદેસર કરવાની યોજના જુન ૩૦મી સુધી અમલમાં મૂકીએ કેબીનેટે મંજુર કરેલી આ યોજનામાં અર્થતંત્રના મુળભુત પાંચ પાસાઓમાં નવી તકો: ડિફોલ્ટસર ચાર્જ, આકર્ષક કર દર, અને વ્યાજબી શરતો સાથેની યોજનાથી સરકાર અથંતંત્રને મજબુત બનાવવા પ્રયાસો કરી રહી છે. સરકાર આ વખતે વ્યવહારુ બજેટ રજુ કરીને સેનાના ઉચ્ચ અધિકારીઓના પગારમાં કોઇ વધારો નહિ કરી સરકારે બેનામી સંપતિની જાહેરાતની ૩૦મી જૂન સુધીની યાદ આપવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.