Abtak Media Google News

કલમ ૩૫ (એ )ને બંધારણ તથા સંસદ સાથે ‘કપટ’ સમાન? ગણાવતા જમ્મુ કાશ્મીર ભાજપના પ્રવકતા અશ્વિનીકુમાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને દૂર કરવાની ભાજપ તેના સ્થાપનાકાળથી માંગ કરતુ આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પહેલા ભાજપે ૩૭૦ની સાથે કાશ્મીરીઓને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૫ (એ)ને દૂર કરવાની તજવીજો હાથ ધરી હતી. ભાજપે કલમ ૩૫ (એ)ને હટાવવા માટે ચૂંટણી ઢંઢેરાનાં વચન પણ આપ્યું હતુ લોકસભાની ચૂંટણી જમ્મુ ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ભાજપે આગામી સમયમાં યોજાનારી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પણ આજ મુદે ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.

જેના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના રાજય ભાજપના પ્રવકતા આશ્વિનીકુમાર ગઈકાલે સ્પષ્ટ કર્યું હતુ કે બંધારણની કલમ ૩૫ (એ)ની યોગ્યતા ચકાસવાનો મુદો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટ કલમ ૩૫ (એ)ને દૂર નહી કરે તો ભાજપની કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિનો વટહુકમ દ્વારા કલમ ૩૫ (એ)ની જોગવાઈઓને દૂર કરશે કલમ ૩૫ (એ)નો મુદો હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે રાહ જોઈશું જો સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરશે કે રાષ્ટ્રપતિ અધિનિયમ ૧૯૫૪ ખોટો હતો તો ૩૫ એની કલમ દૂર થઈ જશે.

જો સુપ્રીમ કોર્ટ માનશે કે રાષ્ટ્રપતિ અધિનિયમ ૧૯૫૪ યોગ્ય હતો તો અમે રાષ્ટ્રપતિના વટહુકમ દ્વારા આ અધિનિયમને રદ કરીશુ તેમ જણાવીને અશ્ર્વીનીકુમારે વધુમાં ઉમેર્યું હતુ કે કલમ ૩૫એ ફકત દેશના બંધારણ સાથે જ નહીણ સંસદ સાથે પણ કપટ હતુ આ કલમની જોગવાઈઓ અમે કોઈપણ સંજોગોમાં રદ કરીશું કારણ કે અમારી પાર્ટીએ દેશવાસીઓને વચન આપેલ છે.કાશ્મીરમાં શાંતિને પૂન: સ્થાપિત કરવી તે ભાજપની અગ્રીમ પ્રાધાન્યતા છે. જેના માટે કેન્દ્રની મોદી સરકાર બધા જરૂરી પગલા લેશે કાશ્મીરમાં શાંતિ લાવવા માટે, આતંકવાદને નાબુદ કરવો જરૂરી છે. આતંકવાદીઓને ટેકો આપનારા કોઈપણને કાયદાનો સામનો કરવો પડશે તેમ ઈશ્ર્વીનીકુમારે જણાવીને ઉમેર્યું હતુ કે ખીણમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ માટે વર્તમાન ગર્વનર સત્યપાલ મલીકે યોગ્ય પગલા લેવાની જરૂર છે. કાશ્મીરમાં કેન્દ્ર સરકારે ઘણા રૂપીયા ફાળવ્યા છે. પરંતુ અહી રસ્તાની સ્થિતિ ખરાબ છે જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર ખરાબ અસર થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.