Abtak Media Google News

વિવિધ કૃત્યો પર મનાઇ ફરમાવવામાં આવી, જાહેરનામું 9 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. જેથી  ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન  સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. બાદમાં ગણેશજીની સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભાવિકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેમાં અમુક ભાવિકો દ્વારા સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે અને મોટાભાગના ભાવિકો દ્વારા તા.09/09ના રોજ મૂર્તિઓના વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને તળાવ/નદીમાં પધરાવી વિસર્જન કરવામાં આવનાર છે.

આ મહોત્સવને અનુલક્ષીને મૂર્તિકારો દ્વારા અગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. દરમિયાન મૂર્તિ સ્થાપના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહીં તેમજ કોઈપણ ધર્મની ધાર્મિક લાગણી દુભાય નહીં તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવામાં ન આવે અને મૂર્તિઓની ઊંચાઈ બાબતે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની ગાઇડલાઇન્સ મુજબ મળતી પ્રતિમાની ઊંચાઈ નક્કી કરવા તેમજ જાહેર માર્ગ પર પરિવહન કરવા બાબતે ઉપરાંત મૂર્તિ બનાવવા માટે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ થયો હોય આવી મૂર્તિઓને નદીઓ તળાવો પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલીઓ તેમજ મનુષ્યને પણ નુકસાન થાય છે.

જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવો અને નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને લઈ મહોત્સવ નિમિત્તે મુર્તિના વિસર્જનના કારણે પર્યાવરણ જાળવણી, જળ સ્ત્રોતમાં થતુ પ્રદૂષણ અટકાવવા તેમજ જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ફોજદારી કાર્ય સંહિતાની કલમ-144 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરૂરી જણાતા સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દર્શના ભગલાણી દ્વારા જાહેરનામું બહાર પાડી સુરેન્દ્રનગરની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.