Abtak Media Google News

20 જેટલા ગામોને રૂ. 17 લાખના ખર્ચે મંજૂર થયેલી આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળશે : પૂનમબેન માડમ

ધ્રોલ તાલુકા ના જાલીયા દેવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાંસદ પૂનમબેન માડમના હસ્તે અત્યાધુનિક એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 17 લાખના ખર્ચે મંજૂર થયેલ આ સેવાથી આ બંને ગામોનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ખુબ મોટી રાહત મળી છે. તેમજ આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં આવેલ 20 ગામોને પણ આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળશે.

Img 20220902 Wa0066

આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે જ્યારે કોવિડ-19ની ગંભીર પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થયા છીએ, ત્યારે એ અતિ આવશ્યક છે કે જિલ્લાના છેવાડાના ગામોમાં પણ આરોગ્યની સુવિધા હંમેશા ઉપલબ્ધ રહે. આ એમ્બ્યુલન્સ સેવાથી હવેથી ઘર આંગણે જ આપણને સારવાર મળી રહેશે. આ સેવાથી સગર્ભા માતાઓ અને બાળકોને પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને સતત ગામડાંઓના વિકાસ માટે અને ખાસ કરીને ધ્રોલ તાલુકાના સતત વિકાસને પગલે આજે આપણને આંતરરાષ્ટ્રીય સ્તર પર નવી ઓળખ પ્રાપ્ત થઈ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  ડી.ડી. જીવાણી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, નવલભાઈ મુંગરા ધ્રોલ તાલુકા સંગઠન પ્રમુખ, ધ્રોલ શહેર પ્રમુખ  સમીરભાઈ શુક્લ, પોલુભા જાડેજા, મનસુખભાઇ પરમાર, જયંતીભાઈ કગથરા ઉ.પ. તાલુકા પંચાયત, પ્રદિપસિંહ જાડેજા, હિરેનભાઈ કોટેચા, રજનીભાઈ વરુ, સંજયસિંહ જાડેજા, રાવતભાઈ શિયાર, મહેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સી.ડી.એચ.ઓ. પી.એન. કનર, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચઓ, ઉપસરપંચઓ, આગેવાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.