Abtak Media Google News

નફટટાઈ માટે એક કહેવત છે” સો જૂતીયા ખાઉંગી ફિર ભી જલવા દેખને જાઉંગી’.  જોડા પડતા હોય તોય તમાશો જોવા જવાની કહેવત પાકિસ્તાન માટે બરાબર ફીટ થાય છે આઝાદી કાળથી જ નકારાત્મક રાજકારણ અને ભારત સામેની શત્રુતા ની ભાવના થી પાકિસ્તાન ક્યારેય બે પાંદડે થયું નથી, ભારત સાથે જ આઝાદ થયેલા આપણા પાડોશી પર અત્યારે આવક કરતાં સવાસો ગણું ચડી ગયું છે અને કરજ આપનાર મહાસત્તા ઓ પાકિસ્તાન નુંઆર્થિક સામાજિક અને રાજકીય શોષણ કરવામાં કંઈ બાકી રાખતા નથી.

Advertisement

ભારત સામે પ્રોક્સીયુદ્ધની લાહ્યમાં આંતકવાદને ઉત્તેજન આપનાર પાકિસ્તાન પોતે ઉભી  કરેલી ભૂતાવળ માં બરાબર ફસાઈ ગયું છે, અત્યાર સુધી ભારતની આંતકવાદને બળ આપવા ની ફરિયાદને આક્ષેપ ગણાવતા પાકિસ્તાન હવે વિશ્વ મંચ સામે પણ ઉઘાડું પડી ગયું છે અને નાટકો અને પોતાની શરાફત દેખાડવા ના કાવા દાવા છતાં વૈશ્વિક સંસ્થા એટીએફ દ્વારા પાકિસ્તાનને આંતકવાદને  ઉતેજનો આપતાશંકાસ્પદ રાષ્ટ્રોની ગ્રે લિસ્ટ માંથી બહાર કાઢવાનું માંડી વાળ્યું છે કાશ્મીરમાં વારંવાર કાકરી  ચાળાઅને  ડ્રોન હુમલા ના પ્રયાસ ની ઘટના પાકિસ્તાનને ભારે પડશે કાશ્મીરમાં હુમલો કરી પોલીસ અધિકારી ની સહ પરિવાર હત્યા અને આંતક ના નગ્ન તાંડવ પાછળ નાપાક તત્વો જહોવાનું હવે જગ જાહેર થઇ ચૂકયું છે.

કાશ્મીરની દખલગીરી હવે પાકિસ્તાન માટે મરણતોલ ફટકો સાબિત થશે એફ એટીએફના ગ્રે લીસ્ટીંગ, વર્લ્ડ બેંક સહિતની સહાયો કાયમ માટે બંધ થઈ જશે પાકિસ્તાન માટે અત્યારે મમ ના ફાકા છે તેવી સ્થિતિમાં કાશ્મીરની કાયરતા ભરી આંતક પ્રવૃત્તિઓ ની ગંભીર આર્થિક કટોકટીની સજા ભોગવવી જ પડશે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન અત્યારે સમગ્ર વિશ્વમાં સાવ એકલું પડી ચૂક્યું છે આઝાદી કાલથી પાકિસ્તાનને પડખામાં રાખનાર અમેરિકાને પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા ના માસ્ટર માં ઓસામા બિન લાદેનને આશરો આપવાનો પાકિસ્તાનનો કડવો અનુભવ થયો હતો.

ભારતની વૈશ્વિક આતંકવાદ વિરોધી ઝુંબેશ ને સમગ્ર વિશ્વ હવે સ્વીકારી ચૂકી છે ત્યારે પાકિસ્તાનની ભારત સાથેની અવળચંડાઇ અને ખાસ કરીને કાશ્મીરના ચંચુપાત અને ગઇકાલના ડ્રોન હુમલા ની આ હરકત પાકિસ્તાન માટે આર્થિક કટોકટી સર્જી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ,નાપાક તત્વો સામે આકરી કાર્યવાહી માટે ભારત પણ સજ્જ થઇ ચૂક્યું છે અને વૈશ્વિક મંચ પર પણ પાકિસ્તાન હવે આંતકવાદને પોસતા દેશ તરીકે દિવસે દિવસે ઉઘાડું પડતું જાય છે તે પાકિસ્તાન માટે ઘાતક પુરવાર થશે

એએફટીએફના ગ્રે લીસ્ટમાં ફસાઈ ગયેલુ પાકિસ્તાન જો એક વખત બ્લેક લીસ્ટમાં મુકાઈ ગયું તો પછી કયારેય તેને કોઈપણ પ્રકારની વર્લ્ડ બેંકની આર્થિક સહાય કે મોટા દેશોની લોન ન મળી શકે. પાકિસ્તાન માટે આ છેલ્લી તક સાચવવી જરૂરી છે. જો નહી સચવાય તો તેનું આર્થિક પત્તન નિશ્ર્ચિત બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.