Abtak Media Google News

રાજકોટમાં લોકોને ગેરકાયદે અને આડેધડ અપાયેલા ઇ-મેમાના સંદર્ભે રાજકોટની અદાલતમાં યુવા લોયર્સના વકીલોએ લોકોના જાહેર હિતમાં કરેલી દાવામાં આજે જેઓની ઇ-મેમા મળેલ છે તેવા રાજકોટના 1પ0થી વધુલોકો અને વકીલો આજે સદરૂ દાવામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. વધુ સુનાવણ તા.9 જુલાઇએ હાથ ધરવામાં આવી છે.આ અગાઉ જાહેર જનતાના હિતાર્થે યુવા લોયર્સના વકીલો દ્વારા વર્તમાન પત્રમાં જાહેર નોટીસ પ્રતિબઘ્ધ કરાવી લોકોને પક્ષકાર તરીકે દાવામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. જેને લોકોએ સમર્થન આપી આજે ઇ-મેમાના કેસની પ્રથમ મુદતે સરકાર દંડની નીતીથી કંટાળેલા લોકો અદાલતમાં આવ્યું હતું.

Advertisement

આજે ઇ-મેમાના વિરોધમાં  1પ0 લોકો અને વકીલો પણ જાહેર હિતાર્થે થયેલા દાવામાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના જાગૃત વકીલ હેમાન્શુ પારેખ અને ગીરીરાજસિંહ જાડેજાએ પોલીસ કમિશ્નર એસીપી (ટ્રાફીક) અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલના જવાબદાર અધિકારી તેમજ રાજય સરકાર અને મહાપાલિકા વિરુઘ્ધ કોર્ટમાં જાહેર હિતમાં દાવો કર્યો છે.આ દાવાની જાહેર થયેલી જાહેર નોટીસના અનુસંધાને આજરોજ અદાલતમાં મુદત હતી જે લોકો ઇ મેમાનો ભોગ બન્યા હતા અસંખ્ય લોકો દાવામાં જોડાયા હતા.

સદરૂએ વાદી વકીલે  રજુઆત કરેલી કે પોલીસ ખાતાને ઇ-મેમાનો દંડ ઉઘરાવાની કોઇ સત્તા કે અધિકાર નથી સીસી ટીવી કેમેરા ગુન્હેગારો પકડાવા અને ટ્રાફીક નિયંત્રણ માટે લગાડવામાં આવ્યા છે તેના બદલે સામાન્ય નાગરીકોને દંડ વસુલ કરવાનું હથિયાર તરીકે ઉપયોગ કરી કાયદા વિરોધ ઉઘરાણી કરવામાં આવે છે.ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુનો સાબીત થયા વગર કોઇપણ પ્રકારના ઇ-મેમો કે ઇ-ચલણ ઇશ્યુ કરવા પોલીસને કોઇ સત્તા કે અધિકાર નથી તે છતાં પોલીસ તંત્ર દ્વારા આડેધડ  ઇ-મેમા પાઠવી દંડ વસુલવામાં આવતા હોવાનો દાવામાં ઉલ્લેખ થયો છે.

દરમિયાન અદાલતમાં હાજર રહેલ સામાજીક કાર્યકર અને હેલ્મેટ અને ટ્રાફીક સહીતના પ્રશ્ર્નોની ઝુબેશ ઉપાડનાર અશોકભાઇ પટેલ તેના સમર્થકો એ ઇ-મેમાના વિરોધમાં લોકોને સમર્થન આપીસરકારીની નીતી રીતીનો વિરોધ કર્યો હતો.સદરુ દાવામાં રાજકોટ મહાપાલિકા વતી એડવોકેટ મુકેશભાઇ કેશરીયાએ વકીલાતનામુ  મુકયુ જયારે પોલીસ તંત્ર વતી એડવોકેટ તરીકે સરકારી પ્રશાંતભાઇ પટેલ ઉ5સ્થિત રહી જવાબ માટે મુદત માંગતા અદાલત  દ્વારા તા. 9 જુલાઇ સુધી જવાબ રજુ કરવા એડી. સીનીયર સીવીલ જજ એસ. જે. પંચાલે આદેશ કર્યોછે.  વાદીના એડવોકેટ તરફે કે.ડી. શાહ અને સંજય શાહ રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.