Abtak Media Google News

વારંવાર રેલવે ટ્રેક પર સિંહોના મોત થતા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં: જીવદવા પ્રેમીઓમાં રોષ

રાજુલા નજીક  રેલવે ટ્રેક પર તાજેતરમાં ચાર સિહોર રેલવે ટ્રેક પર આવી ગયેલ જેમાં ઈમરજન્સી બ્રેક મારતા અને હોર્ન વગાડવામાં આવતા બેસી હો બચી ગયેલ જ્યારે એકનું ઘટના સ્થળે મોત થયેલ અને બીજા ઇજાગ્રસ્ત સિંહને વન વિભાગ દ્વારા રેસ ક્યુ કરીને સકર બાગ જૂનાગઢ એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવેલ આ ખસેડવામાં આવેલ સિંહનું સારવાર દરમિયાન મોત થયેલ હોવાના સમાચારો મળેલ છે. આમ તાજેતરમાં થયેલ અકસ્માતમાં બે સિંહના મોત થયેલ છે .આમ જ્યારે જ્યારે સિંહોના મોત થાય છે ત્યારે સિંહો મામલે પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા માં કામ કરતા લોકો હોબાળો મચાવી દે છે અને ચાર દિવસ વન વિભાગના અધિકારીઓ ધામ કરે છે તેમ જ સરકાર દ્વારા પણ નિવેદનો આપી દેવાયા બાદ બધું જ રાબેતા મુજબ ચાલવા માંડે છે આમને આમ આ રેલવે ટ્રેક ઉપર 20 થી વધારે સિંહના મોત થઈ ગયા છતાં પણ આ અંગે યોગ્ય કોઈપણ જાતના પગલાં ભરવામાં આવેલ નહીં હોવાનું જણાય આવે છે.

આ સમગ્ર મામલે આ વિસ્તારના જાગૃત નાગરિક અને પર્યાવરણ અને ગૌચર બચાવો ટ્રસ્ટના ચેતન વ્યાસ દ્વારા જણાવવામાં આવેલ છે કે પીપાવાવપોટ દ્વારા રેલવે અને રસ્તા માટે ભેરાઈ અને રામપરા ની પૂર્વ બાજુએ જમીનનો સર્વે નંબર 603 ભેરાઇ ની તેમજ રામપરા બેની સરકારી પડતર જમીન નો સંપાદન કરવામાં આવેલ હતી પરંતુ પીપાઓ પોર્ટના અધિકારીઓની નજર આ કીમતી જમીનો બારોબાર વહીવટ કરવાનો હેતુ હોવાથી તેઓએ ઘેરાઈ અને રામપરા-2 ઉચૈયા, ભચાદર ના ખેડૂતોની ખેતીલાયક કીમતી જમીનો સંપાદન કરીને આ કીમતી જમીનોમાંથી રેલવે લાઈન પસાર કરીને જમીનોના પણ કેટલીક જગ્યાએ બે ભાગ પાડી દેવામાં આવેલ છે .જો આ રેલ્વે લાઈન પૂર્વ બાજુએ નાખવામાં આવી હોત તો થોડો ઘણો પ્રશ્ન હળવો થયેલ હોત તેવું ચેતન વ્યાસ દ્વારા જણાવેલ છે. તેઓએ વધુમાં એવું પણ જણાવેલ છે કે સામાન્ય લોકો ઉપર રોગ જમાવટ તંત્ર આ પીપાવાવ પોર્ટ અને પીપાવાવ રેલવે કોર્પોરેશન કંપની (પી.આર.સી.એલ) સામે કેમ ઘૂંટણીએ પડે છે?

આ અંગે બીજી પણ એવી હકીકત બહાર આવેલ છે કે રેલવે ટ્રેકની બંને બાજુ જે કાંટાળી વાડ બનાવેલ છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયેલ હોય તેવું લાગે છે કારણ કે થોડા સમયમાં આ કાંટાળી વાડ કેટલીક જગ્યાએ જમીન દોસ્ત થઈ ગયેલ અને બાદમાં આવેલ તોકતે વાવાઝોડામાં નબળા કામને કારણે જમીન દોસ્ત ઘણી જગ્યાએ થઈ ગયેલ છે જે વાડ ને ફરી બનાવવામાં આવે ઉપરાંત ઘેરાઈની સર્વે નંબર 693 ની જમીન જે 1250 એક જ જંગલ ખાતાના હેડે આવેલી છે તેમાં સેન્ચ્યુરીન પાર્ક બીજી જમીનો લઇને બનાવવા માં આવે જેથી આ વિસ્તારના ખેડૂતોને લોકોને રંજાળતા વન્ય જીવો નો પ્રશ્ન હલ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.