Abtak Media Google News
કેશોદ-1, જૂનાગઢ-2, ભેંસાણ-2, મેદરડા- 1॥, માણાવદર- સવાબે, વંથલી 1॥, વિસાવદર- 3॥ ઈંચ વરસાદ: જિલ્લાના 22થી વધુ ગામોને એલર્ટ રહેવા સુચના

અબતક, દર્શન જોશી, જુનાગઢ

જુનાગઢ મહાનગરમાં આજ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે સાથે જૂનાગઢ શહેર સહિત સમગ્ર સોરઠમાં પણ ગત રાત્રિથી અનરાધાર વરસાદ વરસી પડતા જિલ્લાના 5 ડેમો અવરફલો થયા છે તથા વિસાવદર નજીકના આંબાજળ ડેમમાં પાણી પ્રવાહ વધતા જિલ્લાના 22 થી વધુ ગામોને એલર્ટ રહેવા અને નદીના પટ આસપાસ ના જવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

Img 20220708 Wa0037

જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં અષાઢી બીજથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 24 ઇંચથી વધુ વરસાદ નોંધાવાની સાથે અત્યાર સુધીનો સિઝનનો કુલ 151 ઇંચ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસતા વરસાદ ના કારણે જૂનાગઢ શહેરનો વિલીંગ્ડન ડેમ, ઓઝત શાપુર, ઓઝત વંથલી, ઓઝત આણંદપુર તથા કેરાળાનો ઉબેણ ડેમ ઓવર ફલો થઈ જવા પામ્યો છે, તો વિસાવદર નજીકના જાંબુડી ગામે આવેલ આવેલ આંબાજળ ડેમ હાલમાં 180.35 મીટરની સપાટીએ પહોંચી ગયો છે અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના કારણે જૂનાગઢ જિલ્લાના આણંદપુર, વંથલી, રાણપુર, સુખપૂર, મેંદરડા, નાગલપુર, કેરાળા, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસિમડી, વાનંદિયા, વંથલી, બાલોટ, ધંધુસર, જાંબુડી, સત્તાધાર, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા મળી જિલ્લાના 22 થી વધુ ગામોને એલર્ટ રહેવા અને નદીના પટ આસપાસ ન જવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

Img 20220708 Wa0038

દરમિયાન જુનાગઢ જિલ્લામાં આજ સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન કેશોદમાં 1 ઇંચ, જૂનાગઢમાં 2 ઇંચ, ભેસાણમા 2 ઇંચ, મેંદરડા માં દોઢ ઇંચ, માણાવદરમાં સવા બે ઇંચ, વંથલીમાં દોઢ ઇંચ તથા વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગઈકાલથી આજ સવારના 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ માં અધી ઇંચ, ભેસાણમા 4 ઇંચ, મેંદરડા માં 4 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ, માણાવદરમાં દોઢ ઇંચ, માળિયામાં અઢી ઇંચ, વંથલીમાં 2 ઇંચ તથા વિસાવદરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
સમગ્ર સોરઠ સહિત જુનાગઢ મહાનગરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરના તમામ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરના અનેક માર્ગોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી જવા પામ્યો છે, તો જૂનાગઢ શહેરના વેચાણ વાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા હોવાના સમાચારો મળી રહ્યા છે.

તે સાથે જુનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે. જ્યારે જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ હોવાના કારણે જુનાગઢ શહેરની સોનરખ, કાળવા તથા લોલ નદીમાં ભારે પુર આવ્યા છે. તો જુનાગઢ શહેરનો પવિત્ર પાવન દામોદર કુંડ બે કાંઠે થઈ જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.