આધેડે હદ વટાવતા કિશોરીને બનાવી ગર્ભવતી, જાણો સમગ્ર મામલો

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનામાં વધારો થતો જાય છે. હૈવાન કોઈ પણ ઉંમરની બાળાઓને, મહિલાઓને કે વૃદ્ધાઓને પણ છોડતા નથી. ત્યારે કેશોદમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં આરોપીએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના કેશોદના મોટી ઘંસારી ગામની છે જ્યાં કિશોરીને દુષ્કર્મ આચર્યું હતું. ધાક ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર કરીને કિશોરીને ગર્ભવતી બનાવી હતી ત્યારે આજ રોજ તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મોટી ઘંસારી ગામનો બળાત્કારી આધેડનું નામ કરસન ઉર્ફે બાબુ દેવરાજ માલમ છે કિશોરીના પરિવારને બળાત્કારી આરોપી પારીવારીક સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આધેડે ધાક ધમકી આપીને કિશોરી સાથે હદ વટાવી હતી અને ગર્ભવતી બનાવી હતી. હાલ માતા અને તેની બાળકી જુનાગઢ સિવિલમાં સારવાર હેઠળ છે અને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.