Abtak Media Google News

અબતક, જીતેન્દ્ર આચાર્ય

ગોંડલ

તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ રાજકોટ દ્વારા  માનવતા ઉજાગર કરતી હદય સ્પર્શી ઘટના સામે આવી છે.એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ નાં પીએસઆઇ.તસ્લીમ રીઝવી રાજસ્થાન અજમેર શરીફ જઇ રહ્યા હતાં.આ વેળા પાલી નેશનલ હાઈવે પર આવેલી ન્યુ દેવા હોટેલ માં  ચા નાસ્તા માટે રોકાયા હતા.

દરમ્યાન હોટલમાં કામ કરતાં અઢાર વષઁ નાં યુવાન પર નજર પડતાં પોલીસ ની ઇન્વેસ્ટીગેશન નજર માં કંઇક સવાલો ઉદ્દભવતા હોટેલ માલીક રાજેશ મારવાડી ને યુવાન અંગે પુછપરછ કરી હતી.જેમાં હોટેલ માલીકે જણાવ્યું યુવાન અસ્થીર મગજ નો છે.ચાર માસ પહેલા ભુખ્યા તરસ્યા હોટેલ પર આવી ચડતાં અહીં આશરો આપ્યો હતો.યુવાન ની ત્રુટક વાતો થી તે ગુજરાતી હોવાનું જણાતાં ગુજરાત તરફ જતાં ટ્રક માં બેસાડી વતનમાં પંહોચતો કરવાં ની અપેક્ષા એ યુવાન ને હોટેલમાં રાખ્યો હતો.

વિગતો જાણી પીએસઆઇ તસ્લીમ રીઝવી એ યુવાન સાથે આત્મીયતા કેળવી વાત કરતા સ્પસ્ટ બોલી નહીં શકતો યુવાન ત્રુટક ભાષામાં ઘુઘુ તથાં અમરગઢ એવું બોલતો હોય તસ્લીમ રીઝવી એ યુવાન નાં મોબાઈલ માં  ફોટા પાડી જીલ્લા પોલીસ વડા બલરામ મીણા ને મોકલી વિગત જણાવી હતી.તપાસ શરું થતાં બનાસકાંઠા જિલ્લામાં અમરગઢ આવ્યું હોવાનું જાણવા મળ્યું હોય તસ્લીમ રીઝવી એ બનાસકાંઠા નાં પીએસઆઇ ચૌધરી અને અમરગઢ નાં પીએસઆઇ પટેલ નો સંપર્ક કરી અસ્થીર યુવાન નાં ફોટા મોકલતાં અમરગઢ રહેતાં અને ખેતમજૂરી કરતાં આદિવાસી  ભુરાભાઈ અસારી નો પુત્ર રમેશ હોય છ માસ થી ઘરે થી નિકળી ગયા ની  વિગતો મળતાં પીએસઆઇ રીઝવી એ પાલી થી યુવાન ને સાથે લઇ અમરગઢ પંહોચી યુવાન નાં પરીવાર ને સોંપતા પરીવાર ની આંખો હષઁ થી છલકાઇ ઉઠી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.