Abtak Media Google News

ઉનાળામાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આનો સામનો કરવા માટે તમે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં ત્વચાને તડકા અને પરસેવાનો સામનો કરવો પડે છે.

Advertisement

Use Watermelon To Make Anti-Acne Face Mask This Summer | Healthshots

જેના કારણે ત્વચા તૈલી થઈ જાય છે અને ત્વચા પર ફોલ્લીઓ અને બળતરા પણ થવા લાગે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે તરબૂચનો ઉપયોગ કરી શકો છો. તરબૂચમાં વિટામિન અને મિનરલ્સ સારી માત્રામાં મળી આવે છે. તે સ્કીનને ડીપ ક્લીન કરવામાં પણ મદદ કરી શકે છે. અહીં જુઓ સ્કીન પર તરબૂચ કેવી રીતે લગાવવું-

ઓઈલી સ્કીન  માટે તરબૂચનો ફેસ પેક કેવી રીતે બનાવવો

Best Diy Watermelon Face Masks For Summer, 42% Off

ઉનાળામાં ત્વચાની ઘણી સમસ્યાઓ હોય છે, કેટલાક લોકોને તૈલી ત્વચાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં તમે તરબૂચનો ફેસ પેક બનાવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી મધ અને અડધો કપ તરબૂચની પેસ્ટ બનાવો. પછી તેને ત્વચા પર 15 મિનિટ સુધી લગાવો. આ ફેસ પેક ત્વચા માટે ખૂબ જ સારું છે. તે ચહેરાને સાફ અને સોફ્ટ બનાવે છે.

ડ્રાઈ સ્કીન માટે તરબૂચનો ફેસ પેક કેવી રીતે બનાવવો

4 Quick Steps To Do Watermelon Facial At Home | Herzindagi

જે લોકો ડ્રાઈ સ્કીન ધરાવે છે તેઓ તેને થોડું દહીં અને તરબૂચ એકસાથે મિક્સ કરીને બનાવી શકે છે. ઘટ્ટ પેસ્ટ તૈયાર કર્યા બાદ આ ફેસ પેકને માસ્કની જેમ લગાવો. દહીં ડેડ  સ્કીનને દૂર કરે છે અને સ્કીનને ઊંડે સુધી પોષણ આપે છે. આ ફેસ પેક લગાવવાથી સ્કીન ગ્લોઇન્ગ બને છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.