નેશનલ કોમોડીટી એન્ડ ડેરિવેટિવ્ઝના મેનેજીંગ ડીરેકટર પદે અરૂણ રાસ્તેની નિયુકતી

0
51

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એકસચેન્જ લિ. (એનસીડેકસ) ના નવા એમડી અને સીઇઓ  તરીકે અરૂણ રાસ્તેની નિયુકિતને સિકયોરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ની પરવાનગી મળી ગઇ છે. એનસીડેકસમાં રાસ્તેનો કાર્યકાળ પાંચ વર્ષની રહેશે.રાસ્તે હાલમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી)માં કાર્યકારી નિર્દેશક છે. એ અગાઉ તેઓ આઇ.ડી. એફ.સી. ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાબાર્ડ, એ.સી.સી. સિમેનટ અને અક નોન-પ્રોફિટ એન.જી. ઓ કંપની આઇ. આર. એફ.ટી.માં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.  રાસ્તે ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિ. તથા મધર ડેરી ફુટ અને વેજીટેબલ પ્રાઇવેટ લિીમીટેડના બોર્ડમાં પણ ડાયરેકટર છે.

અરૂણ રાસ્તે અર્થશાસ્ત્રમાં બી.એ. અને એમ.એ. થયેલા છે.

તથા તેમણે માકેટીંગ મેનેજમેન્ટ તથા  કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાની ડિગ્રી પણ હાંસલ કરી છે. રાસ્તે આગામી થોડા સપ્તાહમાં એનસીડેકસ સાથે જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here