Abtak Media Google News

કેન્દ્રિય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. હવે લાભાર્થીઓને ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે.

 ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર LPG સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો હતો. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને 300 રૂપિયાની સબસિડી મળશે એટલે હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.

ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સરકાર દ્વારા મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 મે 2016ના રોજ ‘ઉજ્જવલા યોજના‘ શરૂ કરી હતી. સરકારી આંકડાઓ અનુસાર, દેશમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.6 કરોડથી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.