Abtak Media Google News

આઠેય બેઠકો માટે ચૂંટણી ઓબ્ઝર્વરની પણ નિયુકિત

રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાર ખર્ચ-નિરિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ ચાર ખર્ચ-નિરિક્ષક અધિકારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક તેમજ 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (અનુસૂચિત જાતિ) માટે જનાર્દન એસ. (મો.74330 00168) જ્યારે 69-રાજકોટ પશ્ચિમ બેઠક તથા 72-જસદણ બેઠક માટે બાલાક્રિષ્ના એસ. (મો.73330 00169) નિયુક્ત થયા છે. 70-રાજકોટ દક્ષિણ બેઠક તથા 73-ગોંડલ બેઠક માટે   શૈલેન સમદર (મો.74360 00170) જ્યારે 74-જેતપુર વિધાનસભા બેઠક તથા 75-ધોરાજી બેઠક માટે   અમિતકુમાર સોની (મો.73330 00174) નિયુક્ત થયા છે.

આ તકે ખર્ચ નિરિક્ષક જનાર્દન એસ.એ આઠેય વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓફિસર પાસેથી તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી-તૈયારી અંગેની માહિતી મેળવી હતી.

જિલ્લા ચૂંટણી-ખર્ચના નોડલ અધિકારી  દેવ ચૌધરીએ ચૂંટણી પ્રચારના ખર્ચ તેમજ ઉમેદવારોના ખર્ચ સંબંધે અત્યાર સુધી થયેલા આયોજન અને તંત્ર દ્વારા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાઓ, ટીમ સહિતની માહિતી આપી હતી. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે. ખાચર, અધિક પોલીસ કમિશનર  સૌરભ તોલંબિયા, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોર, ઈનકમટેક્સ તેમજ જી.એસ.ટી. વિભાગ વગેરેના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાની તમામ આઠ વિધાનસભા બેઠકોમાટે ઓબ્ઝર્વરોનીનિયુકિત  કરવામાં આવી છે.

68 રાજકોટ પૂર્વ  તથા  69 રાજકોટ પશ્ર્ચિમની બેઠક માટેના ઓબ્ઝર્વર તરીકે  સંજયકુમાર   ,70 રાજકોટ દક્ષિણ અને 81 રાજકોટગ્રામ્યની બેઠક માટે   ઓબ્ઝર્વર તરીકે સુશીલકુમાર પટેલ, 72 જસદણની બેઠક માટે  ઓબ્ઝર્વર તરીકે પ્રીતિ ગેહલોત, 73 ગોંડલની બેઠક માટે ઓબ્ઝર્વર તરીકે મિથીલેશ મિશ્રા તથા 74  જેતપૂરબેઠક માટે ઓબ્ઝર્વર તરીકે  શિલ્પાગુપ્તા અને 75 ધોરાજીની બેઠક માટે ઓબ્ઝર્વર તરીકે  અનુરાગ ચૌધરી આઈએએસ  નિયુકત કરાયા છે. કાયદો અને વ્યવસ્થાના  નિરિક્ષણ માટે  પોલીસ ઓબ્ઝર્વર તરીકે  એસ.પનમાલાની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.