Abtak Media Google News

વિશ્વમાં કલાની કદર કરનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે. હસ્તકલાથી લઇ પેન્ટિંગ સહિતની કલાકૃતિઓ ધૂમ નાણાં ખર્ચીને ખરીદે છે. ઘણાને કલાત્મક વસ્તુઓનો સંગ્રહ કરવાનો પણ શોખ હોય છે, આવી સ્થિતિમાં જિન મિશેલ બસ્કિટ દ્વારા બનાવવામાં આવેલા એક પેઇન્ટિંગની કિંમત અધધ 41.8 મિલિયન ડોલર એટલે કે અંદાજિત 300 કરોડ રૂપિયા ઉપજી હોવાનું જાણવા મળે છે.આ પેઈન્ટિંગ વર્ષ 1982માં બનાવવામાં આવી હતી. સામાન્ય રીતે આ પેંટિંગના 31 મિલિયન ડોલર ઉપજસે તેવી ધારણા હતી જોકે 10 મિલિયન ડોલર વધુ ઉપજ્યા હતા. લાકડાની પેનલ ઉપર આ પેઇન્ટિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.હોંગકોંગ અને ન્યૂયોર્કના ખરીદદારો વચ્ચે અંદાજિત 10 મિનિટ સુધી પેઇન્ટિંગ ખરીદવા બોલી લગાડવામાં આવી હતી. પેન્ટિંગમાં સેમી ઓટોબાયોગ્રાફીક જોવા મળે છે. એકંદરે સમાજની અંદર રંગભેદની સમસ્યા પેન્ટિંગમાં દર્શાવવામાં આવી છે. વર્ષ 2012માં અમેરિકાના કલા સંગ્રહકાર દ્વારા આ પેઈન્ટિંગ 8.7 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. હવે 41 મિલિયન ડોલરમાં વેચાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.