Abtak Media Google News

વિદેશી ફંડીગની માન્યતા ધરાવનાર ૧,૨૨૨ સ્વયંસેવી સંસ્થાઓને અધિકૃત પુરાવા રજુ કરવા પડશે

આપણો દેશ વિવિધ ધર્મો સાથે સર્વાભોંમત્વ ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમની આસ્થા મુજબ દાન કરી પૂણ્ય કમાવામાં માને છે. ત્યારે ભોળી જનતાની માનસિકતાનો લાભ કેટલાક બોગસ બાબાઓ ઉઠાવતા હોય છે. તેનો તાજેતરમાં જ કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે સ્વયંસેવી સંસ્થાઓમાંથી પણ કેટલીક બોગસ સાબિત થઈ શકે છે. જે સામાન્ય જનતા માટે લાલબતી સમાન છે. સરકાર પણ તેમના માટે કડકાઈથી કામ લઈ રહી છે.

વિદેશી ફંડીગની માન્યતા ધરાવનાર ૧,૨૨૨ સ્વયંસેવી સંસ્થાઓની ફોરેઈન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશ એકટ ૨૦૧૦ હેઠસ ખાસ પેનલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી કેટલીક સ્વયંસેવી સંસ્થાઓને લેખિતમાં એમ.એચ.એ. (મિનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ) દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેમાં રામકૃષ્ણમઠ, રામકૃષ્ણ મિશન સહિતની નામી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આ તપાસમાં કેટલીક સંસ્થાઓના ખાતા સંદિગ્ધ જણાતા તેમને પરિપત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને ફંડ અંગે યોગ્ય પુરાવાઓ માંગવામાં આવ્યા હતા. જેમાં કેટલીક નામી સંસ્થાઓ જેવી કે રામકૃષ્ણ મઠ, રાકૃષ્ણ મિશન, ઈંદોર કેન્સર ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, કાઈમ્બતુર ક્રિશ્ર્ચન ચેરીટેબલ ટ્રસ્ટ, દિલ્હી સ્કૂલ ઓફ સોશ્યલ વર્ક સોસાયટી, હિન્દુ અનાથ આશ્રમ, મદાણી દા‚ત તબિયત, રહેમત એ આલમ હોસ્પિટલ ટ્રસ્ટ અનંતનાગ, રોટરી કલબ ઓફ મુંબઈ મીડવેસ્ટ, જે કે ટ્રસ્ટ (બોમ્બે), ગુંજ. મદીના એજયુકેશન એન્ડ ચેરીટેબલ સોસાયટી, નાગાલેન્ડ બાઈબલ કોલેજ તથા ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ નેચર એન્ડ એનવાયરમેન્ટ સ્ટડી સહિતનો સમાવેશ થાય છે.

આ પરિપત્ર મુજબ મંત્રાલય દ્વારા આ સંસ્થાઓની નોંધણી ફોરેઈન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટ હેઠળ નોંધણી થયેલી હોવી જ‚રી છે. તેઓ દ્વારા વિદેશી ફંડ પ્રાપ્ત કરવા માટે માત્ર એક જ અધિકૃત ખાતાનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. જયારે આમાની ઘણી સંસ્થાઓ પાસે વિદેશી ફંડ એકત્ર કરવા માટે અધિકૃત બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેમ સામે આવ્યું છે. જેના કારણે બેંકને વિદેશી ફંડના કાયદા મુજબ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. માટે બેંકોને કેન્દ્ર સરકારને ૪૮ કલાકમાં કેન્દ્ર સરકારને રીપોર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પગલા બાદ વિદેશી ફંડીગ ધરાવતી સંસ્થાઓને પણ અધિકૃત બેંક ખાતાની જાણકારી ત્વરીત મોકલવાની ફરજ પડી હતી. જેમાં કેટલીક માહિતીઓ જેવી કે બેંકની બ્રાંચ, કોડ, ખાતાનંબર વગેરે તથા એફસીઓ ફોર્મ ઓનલાઈન માહિતી આપવા માટે પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં અધિકૃતતા ન ધરાવનાર સંસ્થા વિરુઘ્ધ પેનલ દ્વારા ફોરેઈન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટ ૨૦૧૦ હેઠળ પગલા ભરવામાં આવશે.

કેન્દ્ર દ્વારા આવી સંસ્થાઓને ત્વરીત તેમના બેંક ખાતા અપડેટ કરવા માટે પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો. મોદી સરકાર દ્વારા સંસ્થાઓ માટેના નિયમો કડક કરવામાં આવ્યા છે. જેના પગલે પહેલા જ ૧૦,૦૦૦ જેટલી સ્વયંસેવી સંસ્થાઓની માન્યતા રદ કરવામાં આવી હતી કે જેઓએ તેમના વાર્ષિક રીટર્ન ફરજીયાત અધિકૃત ખાતા મુજબ ભરવાના થતા હતા.તે ફાઈલ કર્યા ન હતા. વધુમાં ૧૩૦૦થી વધુ માન્યતા સાબિત ન કરનાર કે હિંસા માટે માધ્યમ બનેલી સંસ્થાઓની માન્યતા રદ કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા હજુ પણ ૬૦૦૦ સંસ્થાઓ કે જે બેંકની સુવિધાનો ઉપયોગ કરે તે તેમની માહિતી સલામતી વ્યવસ્થા અંગેની માહિતી મંગાવવામાં આવી હતી. તેમજ જે સંસ્થાઓ તેના બેંક ખાતાઓ કો-ઓપરેટીવ બેંક, રાજય સરકારની બેંક કે અન્ય કોઈ બેકીંગ સુવિધાનો ઉપયોગ ન કરતી હોય તેવી સંસ્થાઓ સામે આવી હતી. નવેમ્બર ૨૦૧૬માં સરકાર દ્વારા ૧૧,૦૦૦ એનજીઓને તેમના રજીસ્ટ્રેશન ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીમાં રીન્યુ કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦૦ સંસ્થાઓએ રજીસ્ટ્રેશન રીન્યુ કરવા માટે અરજી કરી હતી. જયારે ૭૦૦૦ જેટલી સંસ્થાઓના રજીસ્ટ્રેશન રીન્યુ ન કરવાના કારણે રદ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.