Abtak Media Google News

આજે આરબીઆઈની સમીક્ષા બેઠક પર રોકાણકારોની મીટ

છેલ્લા ઘણા સમયી આલ્યા-માલ્યા જેવાએ બેંકોના કરોડો ડુબાડયા છે. જેનાી બેંકોના એનપીએનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. પરિણામે બેંક બેડ લોન બેંકની રચનાની જ‚રીયાત ઉભી ઈ છે. જેના અહેવાલો તાજેતરમાં જ ‘અબતક’ દ્વારા આપવામાં આવ્યા હતા. બેડ લોન બેંકની રચનાની શકયતાના અનુસંધાને ગઈકાલે માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રોકાણકારો આરબીઆઈની પોલીસી રિવ્યુ પર નજર રાખી રહ્યાં છે.

એનપીએના કારણે દેશની બેંકો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જેને ઉગારવા માટે સરકારે બેડ લોન બેંક સપવાનો નિર્ણય લીધો હતો. આ બેંકની રચનાી નાણાકીય તરલતા ફરી શ‚ શે અને મુશ્કેલીમાં મુકાયેલી બેંકોને રાહત શે. આ બેડ લોન બેંકની રચનાની શકયતાના કારણે માર્કેટ ટનાટન જઈ રહ્યું છે. ગઈકાલે ૩૦ હજાર પોઈન્ટ સુધી માર્કેટ પહોંચ્યા બાદ આજે માર્કેટમાં રોકાણકારો આરબીઆઈની પોલીસી ઉપર મીટ માંડી બેઠા છે.

આજે આરબીઆઈ ત્રિમાસીક સમીક્ષા બેઠક છે. જેમાં રેટ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવશે તેવી શકયતાઓ છે. લીકવીડીટી વધારવા સરકાર એનપીએ સામે પગલા લેશે તેવી ધારણાએ આજે પણ માર્કેટ પોઝીટીવ જણાય રહ્યું છે. હાલ બેંકોને ટકી રહેવા માટે લીક્વીડીટીની ખાસ જ‚રીયાત છે. બેડ લોન બેંકના માધ્યમથી બેંકોને થોડાક સમય માટે પુરતી લીક્વીડીટી મળી રહે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.