Abtak Media Google News

ડલ પડેલી સ્કીન માટે તમે શું શું નથી કરતા અને તેના માટે માર્કેટ માંથી  એવા ઘણા પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરો છો, જેનાથી તમે  તમારી સ્કીન નો ખ્યાલ રાખી શકો.  પણ આજે આપણે જાણીશુ સાબુદાણા વિશે જે ઉપયોગી છે સ્કીન માટે. સાબુદાણા શરીર ને સાફ રાખવામાં મદદરૂપ છે અને સાથે મોઢાની ખુબસુરતી ને પણ કાયમ રાખે છે. સાબુદાણા નો ઉપયોગ લોકો વધુ વ્રતના સમયે કરે છે અને તેમાંથી ખીચડી અથવા ખીર બનાવે છે, પરંતુ તમે જાણો છો સાબુદાણા નો ઉપયોગ સ્કીન ની સમસ્યા ને દુર કરવા માટે પણ કરવામાં આવે છે. સાબુદાણા નો ફેસપેક બનાવી મોઢા પર લગાવવાથી સુંદરતા આવે છે.

મોટાભાગ ના લોકો ને પીમ્પલ્સની પરેશાની હોય છે પણ સાબુદાણા આ સમસ્યા ને દુર કરવા માટે ઘણા મદદરૂપ થાય છે સાબુદાણા નો ઉપયોગ કરવા માટે પહેલા સાબુદાણા ને પીસી તેમાં થોડું પાણી મેળવી લેપ તૈયાર કરો પછી તેને તમારા મોઢા પર લગાવો સુકાય ગયા પછી ઠંડા પાણી વડે સ્વસ્થ કરી લો. આ પેક નો ઉપયોગ અઠવાડિયા માં 2 અથવા ૩ વાર કરો જેનાથી પિમ્પલ્સ દુર થાય છે.

આટલુ જ નહી સુકી સ્કીન ની સમસ્યા ને દુર કરવા માટે પણ સાબુદાણા નો ઉપયોગ કરી શકાય છે. સુકી સ્કીન માટે પહેલા સાબુદાણા ને પીસી તેમાં થોડી મલાય મેળવી લેપ તૈયાર કરો ત્યાર બાદ તેને મોઢા પર લગાવો અને સુકાય ગયા બાદ ઠંડા પાણી વડે સ્વસ્થ કરી લો. અને આ લેપ ને અઠવાડિયા માં 2 અથવા 3 વાર લગાવો જેનાથી સમસ્યા દુર થશે.

જો તમે ઓઈલી સ્કીન ની સમસ્યા થી હેરાન છો તો પીસેલા સાબુદાણા માં લીંબુ નો રસ મેળવી તેને મોઢા પર લગાવો જેનાથી એક્સ્ટ્રા ઓઈલ નીકળી જશે અને સ્કીન ખુબજ સુંદર દેખાશે.

તો આ હતા સાબુદાણા ના ફાયદા અને એટલા માટે જ સાબુદાણા મદદરૂપ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.