કાયદા વિભાગમાં સફાઈ અભિયાનનું ‘કમળ’ ખિલ્યું

કૃષ્ણ ગાદીએ બેસતા અર્જુનનો “રણટંકાર” 

 સિનિયર એડવોકેટ અનિલભાઈની વરણીને વધાવતાં વકીલો: વકિલોને પડતી મુશ્કેલી સહિતના પ્રશ્નોને વાચા આપવા નવનિયુક્ત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક અનિલભાઈ દેસાઈનો કોલ

સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈની પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસયોજક પદે વરણી થતા   રાજકોટ મોચી બજાર સ્થિત આવેલ કોર્ટ કંપાઊન્ડમાં સિનિયર જૂનિયર વકીલો એ ઉપસ્થિતિમાં અનિલભાઈ ની વરણી ને આવકારી ઢોલ વગાડી, ફટાકડા  ફોડી મોં મીઠા કરી અને ઉજવણી કરવામાં આવી હતી હાથ કે નવનિયુક્ત વરણી પામેલ અનિલભાઈએ જુનિયર વકીલોને  પડતી હાલાકી નિવારવા માટે કોલ આપ્યો છે

રાજકોટ બાર એઓસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલે રણ ટંકાર કરતા કહ્યું હતું કે, ભાજપ એક શિસ્તબદ્ધ પક્ષ છે અને અમે તેના વર્ષોથી વરેલા સ્વંય સેવકો છીએ. આ વર્ષની બારની ચુંટણીમાં ભાજપના પ્રમુખ પદના દાવેદાર તરીકે ચૂંટણી લડીને મેં પ્રમુખ પદ દીપાવ્યું છે અને ત્યારબાદ હવે વધુ એકવાર વકીલોના હૈયા ખુશી છલકાઇ જાય તેવો નિર્ણય ભાજપ નેતાગીરી દ્વારા કરવામાં આવ્યો છે. અનિલભાઈ દેસાઈની સહ સંયોજક તરીકે વરણી થતા તમામ વકીલોમાં હરખની હેલી ફેલાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય બીજું કશું જ નથી પરંતુ સફાઈ અભિયાન અંતર્ગત લેવાયેલો નિર્ણય છે. જ્યાં જ્યા ગંદકી છે ત્યાં ભાજપે નક્કી જ કર્યું છે કે આવી ગંદકી દૂર કરવાની છે અને વર્ષોથી જે બની બેઠેલા લોકો શાસન પર પકડ જમાવતા હતા તેમને તમાચારૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.   ગુજરાત પ્રદેશ ભાજપ ના લીગલ સેલ માં સહ ક્ધવીનર પદે અનિલભાઈ દેસાઈ ની નિમણૂંક ને આવકારવા કોર્ટ બિલ્ડીંગ માં ભવ્ય ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો અને તમામ ક્ષેત્ર ના વકીલો ઉપસ્થિત રહયા હતા જેમાં

પિયુષભાઇ શાહ , કમલેશ શાહ , અર્જુન પટેલ , અજય જોશી , રક્ષિત કલોલા , અશ્વિન મહાલિયા ,  કિરીટ પાઠક , જયેશ સંઘાણી , રંજનબા રાણા , ચેતનાબેન કાછડીયા , પી સી વ્યાસ , ગિરિરાજસિંહ જાડેજા , યુવરાજસિંહ જાડેજા , ભગીરથ સિંહ ડોડીયા , કમલેશ રાવલ , સંજય બાવીશી , ડી બી બગડા , સંદીપ વેકરીયા , પ્રફુલ વસાણી , કિશાન પટેલ , હિમાંશુ પારેખ , નિવિદ પારેખ, ભારત હિરાણી  સહિતના સિનિયર તથા જુનિયર વકીલો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈની પ્રદેશ લીગલ સેલના સહ સંયોજક તરીકે વરણી

સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી રાજકોટ સેશન્સ કોર્ટના પૂર્વ ડી.જી.પી. અને ભાજપ લીગલ સેલનાં અગ્રણી અનિલભાઈ દેશાઈની પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સહ સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના  સંયોજક એડવોકેટ   જે. જે. પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વિચાર વિમર્શ કરી તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના મેમ્બર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સહ સંયોજક દિલીપભાઈ પટેલે પાર્ટીના   નિર્ણયો નું પાલન  નહી કરતા  શિસ્તભંગ બદલ બંને સ્થાનો ઉપરથી દૂર કરવાનો નિર્ણય કરેલ હતો. તેના ભાગરૂપે   ગુજરાત ભાજપ લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોષીએશન ના પૂર્વ પ્રમુખ  અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુક્તિ ની જાહેરાત કરેલ છે. દેસાઈ રાજકોટ ની એ.એમ. પી. લો કોલેજમાંકાયદાનો અભ્યાસ   પૂર્ણ કરી રાજકોટના  1984 થી  રાજકોટ ના  સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર (ઉૠઙ)  મનુભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ વકીલાત ના વ્યવસાય માં જોડાયા હતા.અને 1991 થી સ્વતંત્ર રીતે  સિવિલ;ક્રીમિનલ કાયદામાં તેમની ખ્યાતિ દિનપ્રતિદિન  વધતી હતી

1998 માં ગુજરાત સરકારે  દેસાઈ ની રાજકોટ જિલ્લામાં  ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પ્લીડર(ઉૠઙ)  તરીકે નિયુક્તિ કરેલી હતી દેસાઈના  આ કાર્યકાળ દરમ્યાન અગણિત કેસોમાં આરોપીઓને સજા અપાવેલ હતી. અને સેંકડો આરોપીઓ ની જામીન અરજી નામંજુર કરાવીને આરોપીઓ ને કારાવાસમાં  મોકલી આપવામાં આવ્યા હતા.  દેસાઈએ 2003 સુધી આ જવાબદારી સૂપેરે નીભાવી હતી. અને   દેસાઈની કાર્યદક્ષતા;નિષ્ઠા; પ્રામાણિકતા અને સાતત્યપૂર્ણ કામગીરી ના કારણે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી કેસોમાં સ્પેશ્યલ પી.પી. તરીકે તેઓની નિયુક્તિ અગણિત કેસોમાં  થતી રહે છે.

દેસાઈ છેલ્લા 30 વર્ષથી લોકસભાની; વિધાનસભાની અને મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચુટણીઓમાં  ભાજપના ક્ધટ્રોલ રૂમમાં  વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે.

દેસાઈ રાજકોટ ની અનેકવિધ સામાજિક; શૈક્ષણિક; સેવાકીય સંસ્થાઓ કોર્પોરેશન; બોર્ડ-નિગમો; બેંકો; કંપનીઓ; સહિત અનેક  કંપનીઓ ના એડવોકેટ તરીકે કાર્યરત છે.દેસાઈની નિયુક્તિ બદલ ભાજપના  રાજ્યસભામાં સાંસદ  રામભાઈ મોકરીયા,સાંસદ મોહનભાઇ કુંડારિયા ,રાજકોટ ના ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલ, મંત્રી અરવિદભાઈ રૈયાણી  ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા  અને  રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવેલા છે