Abtak Media Google News

સમગ્ર આયોજનની અદભુત વ્યવસ્થા માટે તેમજ પ્રસંગને અવિસ્મરણીય બનાવવા સેવાભાવીઓ કાર્યરત: ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ

‘દીકારાનું ઘર’દ્વારા યોજાનાર વ્હાલુકીના વિવાહ-ર ની શહેરી શ્રેષ્ઠીઓની ટીમ દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા અતિભવ્ય રીતે યોજાયેલ વહાલુડીના વિવાહના અદભુત પ્રતિસાદ પછી ચાલુ વર્ષે તા. ર૧, રર ડીસેમ્બરના રોજ રાજકોટના આંગણે વહાલુડીના વિવાહ-ર નો પ્રસંગ ઉજવવામાં આવનાર છે. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો માર્ગદર્શન તરીકે સેવા આપનાર છે.

મૌલેશભાઇ ઉકાણી (અઘ્યક્ષ), વેજાભાઇ રાવલીયા, જીતુભાઇ બેનાણી, વિઠલભાઇ ધડુક, હરીશભાઇ લાખાણી, ડી.વી. મહેતા, પ્રશાંતભાઇ લોટીયા, રમેશભાઇ ટીલાળા, ડો. મયંક ઠકકર, મેહુલભાઇ રૂપાણી, વલ્લભભાઇ સતાણી, મનીષભાઇ માદેકા, સુરેશભાઇ નંદવાણા, પરેશભાઇ ગજેરા, ભૂતપભાઇ બોદર, ભાવેશભાઇ પટેલ, ખોડુભા જાડેજા, અમીતભાઇ ભાણવડીયા, રામભાઇ મોકરીયા, રાજેશભાઇ કાલરીયા, અરવિંદભાઇ દોમડીયા વગેરે કાર્યરત થયાં છે.

સમગ્ર આયોજનની અદભુત વ્યવસ્થા અને ફરી એક વખત રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં કયારેય ન ઉજવાણો હોય તેવો અદભુત પ્રસંગ થવા જઇ રહ્યો છે. ત્યારે સંસ્થાના ૨૫૧ થી વધુ ભાઇઓ- બહેનો સતત કાર્યરત છે. વહાલુડીના વિવાહની આયોજક ટીમના મુકેશ દોશી, વિશલાલભાઇ આદ્રોજા, વલ્લભભાઇ સતાણી, ધીરુભાઇ રોકડ, પ્રતાપભાઇ પટેલ, અનુપમ દોશી, ડો. નિદત બારોટ, નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, ઉપેન મોદી, હરેશ પરસાણા, અશ્ર્વિનભાઇ પટેલ, રાકેશ ભાલાળા, હેમલ મોદી, હરેનભાઇ મહેતા, ગૌરાંગ ઠકકર, હરદેવસિંહ જાડેજા, પ્રવીણ હાપલીયા  સતત કાર્યરત છે.

વહાલુડીના વિવાહ-ર ના ફોર્મ વિતરણ તા. ૩ થી ૧૮ સુધી ચાલુ છે. માતા-પિતાની છત્રછાાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ ગરીબ પરિવારની દિકરીઓએ અને તેમના પરિવારજનોએ ૩૦૫, ગુરુરક્ષાકોમ્પલેક્ષ ભારત ટ્રાવેલ્સની બાજુમાં ટાગોર રોડ ઉપર સાંજે ૪ થી ૭ માં સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.