Abtak Media Google News

આમી વાઈઝ ચીફ લેફટનન્ટ જનરલ સરથ ચંદની સંસદીય સમિતિને રજુઆત  પાક-ચીનને નાથવા ભારતીય સેનાનું ઝડપી આધુનિકરણ જરૂરી  વર્ષ ૨૦૧૮-૧૯ના લશ્કરી બજેટમાં ફૂગાવાને આધારે નજીવો વધારો કરાયો  બજેટે અમારી આશાઓ પર પાણી ફેરવ્યું આર્મી

આર્મી જવાનો જીવના જોખમે સરહદ પર રહી દેશની સુરક્ષા કરે છે. આતંકીઓ સામે આર્મી જવાનો સુરક્ષીત તો આપણે પણ સુરક્ષીત એ વાત તો સત્ય છે. પણ દેશને સુરક્ષા કવચ પ્રદાન કરનારા આ જવાનો ઘણી મુશ્કેલીથી પીડાઈ રહ્યા છે. સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ભારે આર્મી અને અન્ય સુરક્ષા બળોના હિતને લઈ જોગવાઈ કરી હોય પણ આ જોગવાઈઓ ફૂગાવાને ધ્યાને લઈને કરાઈ છે. તેથી આર્મી જવાનો નારાજ છે.

Imagesડીફેન્સ (સરંક્ષણ) બજેટમાં સરકારે નજીવો વધારો કર્યો છે જે ફૂગાવાને ધ્યાને લઈને કરાયો છે. એક સીનીયર મીલીટ્રી અધિકારીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટે અમારી આશાઓ પર પાણી ફેરવી દીધું છે. સંસદમાં આર્મી સેનાએ એ પણ ચોંકાવનારો ખૂલાસો કર્યો છે કે, પાકિસ્તાન અને ચીન સરહદે સતત તંગદીલી વચ્ચે દુશ્મનો સામે બાથ ભીડવા શસ્ત્રોની ખરીદીનું પૂરતુ ભંડોળ નથી

ભારતીય સેનાએ સંસદીય સમિતિને રજુઆત કરી છે કે ચીન પાક સામે ગમે તે સમયે યુધ્ધ થઈ શકે છે. આથી સેનાનું આધુનિકરણ કરીને ક્ષમતામાં વધારો તત્કાલીન કરવામાં આવે તે આવશ્યક બની ગયું છે. જણાવી દઈએ કે, મોડર્ન મીલીટ્રી પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી કેટેગરીમાં ૩૦% હથીયારો, કરંટ કેટેગરીનાં ૪૦% અને વીન્ટેજ કેટેગરીનાં ૩૦% હથીયારો હોવા જરૂરી છે. જયારે ભારતીય સેના પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીમાં માત્ર ૮% કરંટમાં ૨૪% અને વીન્ટેજમાં ૩૮ ટકા છે. આ અસમાનતાને કારણે આર્મી જવાનોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

આર્મી વાઈસ ચીફ લેફટનન્ટ જનરલ સારથ ચંદ્રે જણાવ્યું કે, બજેટમાં અમને જે કંઈ ફાળવણી કરવામાં આવી છે. તે ખરેખર ‘ના’ની બરાબર છે.લશ્કરી બજેટમાં જે નજીવો વધારો કરાયો છે. એ પણ ફૂગાવાને ધ્યાને રાખીને કરાયો છે.

2018 Budgetઆર્મીની સંસદીય સમિતિને રજુઆત જોતા લાગે છેકે, સૈન્યના આધુનિકરણની વાતો માત્ર ચોપડે નોંધાયેલી જ છે. ચીન-પાક તેમના શસ્ત્ર બળનું આધુનિકરણ ઝડપથી કરી રહ્યું છે તો આ સામે ટકી રહેવા ભારતીય સેનાને પણ આધુનિકતાનો રંગ લગાડવો જરૂરી બન્યું છે. અને આ માટે યોગ્ય ભંડોળ ફાળવવું સરકારની જવાબદારી અને ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.