Abtak Media Google News

રામપર નજીક આવતીકાલે સદભાવના વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. જેનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેની તૈયારીઓ માટે હજારો કાર્યકર્તાઓની ફૌજ તૈનાત કરવામાં આવી છે. હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement

જીવનભર કામ કરીને થાકેલા નિરાધાર બુજુર્ગોનો આશરો બનશે આ વૃદ્ધાશ્રમ : વિજયભાઈ ડોબરીયા

સદભાવના વૃદ્ધાશ્રમનો પાયો નાખનાર એવા વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે  સદભાવના વૃદ્ધાશ્રમ પડધરી, રાજકોટ કે ગુજરાત  જ નહીં પરંતુ સમગ્ર દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે. જીવનભર કામ કરીને થાકી ગયા હોય તેવા નિરાધાર બુજુર્ગોને જીવન સંધ્યાએ આરામ કરવા માટેનું આ આશ્રય સ્થાન બની રહેશે. વડીલો માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

Screenshot 3 38  આટલી સુવિધા સાથેનું વિશાળ વૃદ્ધાશ્રમ વિશ્વમાં વિજે ક્યાંય નહીં હોય : નરેશ પટેલ

ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું કે વિજયભાઈ સહિતના સેવાભાવીઓની મહેનત રંગ લાવી રહી છે. વૃધ્ધો માટે તેઓ જે  આ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે તે સરાહનીય છે. આટલી સુવિધા સાથેનું આ વિશ્વનું પ્રથમ વૃદ્ધાશ્રમ બનશે. તેઓ આવી જ રીતે સેવાકાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ.

Screenshot 4 31

સદભાવનાનું સંકુલ ગુજરાતનું નહીં પરંતુ દેશનું સૌથી મોટું સેવા સંકુલ બનશે : અવચરભાઈ મેંદપરા

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવચરભાઈ મેંદપરાએ જણાવ્યું કે કાલે રવિવારના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સરદાર પટેલ સોશિયલ ગ્રુપના 700 જવાનો અને તાલુકાના આગેવાનો રાત દિવસ ખડે પગે રહીને વ્યવસ્થા કરી રહ્યા છે 10,000ની મેદની બેસી શકે અને એક સાથે જમી શકે તેવા વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.