Abtak Media Google News

જમ્મુ- કાશ્મીરના કૂપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર કરી દીધા છે. હજુ પણ સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મચ્છલ સેક્ટરમાંથી આતંકીઓ દેશમાં ઘૂસે તે પહેલાં જ સુરક્ષા દળોએ ઘેરી લીધા, હજુ અથડામણ ચાલુ

સેનાએ આજે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મચ્છલ સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.  આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ’કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ માહિતીના આધારે, મચ્છલ સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે, જેમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.  ઓપરેશન ચાલુ છે. અગાઉ, શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોપ્ર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં કુપવાડા સેક્ટરમાં એનઓસી પર સતર્ક સૈનિકોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, હજુ ઓપરેશન ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.