Abtak Media Google News

વિરોધાભાષી જુબાની હોય ત્યારે શંકાનો લાભ હંમેશા આરોપીની તરફેણમાં હોવો જોઇએ: ત્રીપલ મર્ડર કેસમાં વડી અદાલતનું મહત્વનું અવલોકન

સજા માટે મૃતકનું મરણોન્મુખ નિવેદન મહત્વનો પુરાવો છે પરંતુ શંકાસ્પદ મરણોન્મુખ વિેદન હોય ત્યારે એક માત્ર પુરાવો ગણી ન શકાય તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. દાર્શનિક સાહેદની જુબાનીમાં વિરોધાભાષ હોય ત્યારે શંકાનો લાભ આરોપીની તરફેણમાં આપી સજા માટે મરણોન્મુખ નિવેદન એક માત્ર આધાર ગણી ન શકાય તેવો સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના અવલોકન સાથે હુકમ કરવામાં આવ્યું છે.મરણોન્મુખ નિવેદનને આધાર ગણીને પોલીસ દ્વારા ધરપકડ થાય છે ત્યારે મૃતકે આપેલુ મરણોન્મુખ નિવેદન શંકાસ્પદ છે કે કેમ તે અંગે તપાસ કરવી જરુરી છે.

પુત્ર અને બે ભાઇઓને જીવતા સળગાવી દેવાની ત્રિપલ મર્ડર કેસના આરોપીને થયેલી મૃત્યુ દંડની સજા અંગે સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવતા સુપ્રીમ કોર્ટના જસ્ટીશ બી.આર.ગવઇ, જે.બી.પારડીવાલા અને પ્રશાંતકુમાર મિશ્રાની ડિવિઝન બેન્ચમાં સુનાવણી હાથધરવામાં આવી હતી.

ત્રિપલ મર્ડર કેસમાં મૃત્યુ દંડની સજા મરણોન્મુખ નિવેદનના આધારે હાઇકોર્ટ દ્વારા મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી. આ મુદે સુપ્રીમ કોર્ટના ત્રણેય જસ્ટીશની ખંડપીઠ સમક્ષ મહત્વની દલીલ થઇ હતી. જેમાં મરણોન્મુખ નિવેદન આપનારના દરેક જુઠાણા અંગે જોવુ જોઇએ વિરોધાભાષી જુબાની હોય ત્યારે ડાઇંગ ડેકરેશન પર પુરતો વિશ્ર્વાસ રાખી શકાય નહી કેસની સુનાવણીમાં શંકા ઉભી થતી હોય ત્યારે હમેશા શંકાનો લાભ આરોપીની તરફેણમાં હોવો જોઇએ તેવું ઠરાવી મૃત્યુ દંડની સજા થયેલા આરોપીને નિર્દોષ ઠરાવવા હુકમ કર્યો છે.

ત્રણ વ્યક્તિઓ જે રુમમાં હતા તે મકાનને આગ ચાપી સળગાવી દેવાની ઘટનામાં દોષિત ઠરેલા આરોપી દ્વારા  કરાયેલી અપીલની સુનાવણીમાં આસપાસના સંજોગો જોવા જોઇએ  સાહેદોના નિવેદન અને મરણોન્મુખ નિવેદનમાં વિરોધાભાષ જણાય ત્યારે મૌખિક પુરાવા પર વિશ્ર્વાસ કરવો જોઇએ આરોપી સામે વ્યાજબી શંકાની બહાર આરોપ સ્થાપિત કરવાની કાર્યવાહીની ફરજ છે. શંકાનો લાભ હમેશા આરોપીની તરફેણમાં જ જવો જોઇએ, મરણોન્મુખ નિવેદન સજા માટે મહત્વનો પુરાવો છે  પરંતુ મૃતકની માનસિક સ્થિતી, સ્વૈચ્છીક અને સત્યતા અંગે પણ જાહેર થવું જરુરી હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે.

મૃતકનું મરણોન્મુખ નિવેદન મહત્વનો પુરાવો છે પરંતુ તે શંકાસ્પદ હોય ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરતા પહેલાં મરણોન્મુખ નિવેદન અંગે યોગ્ય તપાસ કરવી જરુરી બને છે. તેમ ઠરાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.