રાજકોટમાં સરાજાહેર ફાયરીંગ કરનાર શખ્સની  ધરપકડ

જન્માષ્ટમીના તહેવાર પર માનવમેદની વચ્ચે ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં થઈ કાર્યવાહી હથિયારના માલીકની શોધખોળ

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જાહેરમાં એક શખસે પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં તહેવાર પર માનવમેદની વચ્ચે એક રાઉન્ડ ફાયરિંગ કરતાં લોકોમાં ફફડાટ મચી જવા પામી હતી.વિડિયો આધારે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

વિગતો મુજબ સોશિયલ મીડિયામાં ફાયરીંગનો એક વીડિયો વાઇરલ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફાયરિંગ કરનાર શખસની ધરપકડ કરી છે. તેમજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી નિમિત્તે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફાયરિંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરી છે. જ્યારે ફાયરિંગ જેમાંથી થયું તે પિસ્તોલ લાયસન્સવાળી છે અને તે દિનેશ ઉર્ફે વિરમ ગોલતરની છે.તેમ જાણવા મળ્યું હતું.દિનેશે જીવણને ફાયરિંગ કરવા પિસ્તોલ આપી વીડિયોમાં જોવા મળ્યું હતું. આથી બી ડિવિઝન પોલીસે દિનેશ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જીવણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.