Abtak Media Google News

ભલમનસાઈનો દુરૂપયોગ સાળાનું મકાન બનેવીએ પચાવી પાડયું

ભાણેજની આચકીની સારવાર દરમિયાન વાપરવા આપેલું મકાન ખાલી ન કરતા કલેકટરના આદેશથી કહેવાતા પત્રકાર સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો

સગા-સંબંધી દ્વારા સમજાવવા છતાં મકાન ખાલી ન કરી લાજવાને બદલે ગાજતા કિશોર મારૂની ભક્તિનગર પોલીસે જમીન કૌભાંડના ગુનામાં ધરપકડ કરી

દયા ડાકણને ખાયની જેમ બનેવીના પુત્રની સારવાર દરમિયાન રાજકોટમાં રહેવાની સગવડ આપતા સાળાનું અડધા કરોડની કિંમતનું મકાન કહેવાતા પત્રકારે પચાવી પાડયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભક્તિનર પોલીસે જેતપુરના કહેવાતા પત્રકાર સામે જમીન કૌભાંડ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જેતપુરમાં રહી પોતે ગાંધીનગર સુધી ગમે તે કામ કરાવી શકવાનો ફાંકો રાખી ફરતા પત્રકારની પોલીસે ધરપકડ કરી મકાન માલિક  ઉર્વીબેન અને તેમના પતિ જયેશભાઇએ પોલીસે ન્યાય અપાવ્યાનું અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

Advertisement

યુનિર્વસિટી રોડ પર જલારામ-3માં કેવલમ એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વીબેન જયેશભાઇ રાઠોડ નામની મહિલાનું કોઠારિયા રોડ પર આવેલા મારુતિનગર શેરી નંબર 4માં આવેલુ અડદા કરોડનું મકાન પાચવી પાડયાની કિશોર રતિલાલ મારુ સામે જિલ્લા કલેકટરના આદેશથી લેન્ડ ગ્રેબીંગ અંગેનો ગુનો નોંધાતા ભિક્તિનગર પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે તેની ગતરાતૈ જ ધરપકડ કરી રાતભર લોકઅપમાં રાખ્યો છે.

કહેવાતા પત્રકાર કિશોર મારુ જેતપુર રહેતા હતા ત્યારે તેમના પુત્ર મિતને 2018માં આચકીની બીમારી થતા તેને સારવાર માટે રાજકોટ આવવાનું થતાં અને રાજકોટમાં લાંબુ રોકાણ થાય તેમ હોવાથી કિશોર મારુએ રાજકોટમાં મારુનગરમાં રહેતા પોતાના સાળા જયેશભાઇ રાઠોડની મદદ માગી હતી. તેઓેએ પોતાના ભાણેજની સારવાર માટે ત્રણ માસ સુધી પોતાની સાથે રાખ્યા હતા બાદ જયેશભાઇ રાઠોડે યુનિર્વસિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા. ત્યારથી કિશોર મારુ પાસે પોતાના મકાનનો કબ્જો હતો.

દરમિયાન જયેશભાઇ રાઠોડને પૈસાની જરુર ઉભી થતા મારુતિનગર ખાતેનું મકાન વેચાવાનો નિર્ણય કર્યો હતો અને ગત તા.13-2-20ના રોજ મકાન ખાલી કરવા પોતાના બનેવી કિશોર મારુને કહ્યું હતું. પરંતુ તેઓએ મકાન ખાલી ન કરી પોતે પત્રકાર છે. પોતાને ગાંધીનગર સુધી ઓળખાણ છે. રાજકોટ અને જેતપુર રહીને ગાંધીનગરમાં ગમે તે કામ કરાવી શકુ તેમ છુ. હું અહી બેઠા બેઠા ગાંધીનગરમાં બધાને ધણધણાવી શકુ છે. તેવી ધમકી દીધી હોવાથી જયેશભાઇ રાઠોડ પોતાના સગા-સંંબંધીઓની મદદ લઇ પોતાના બનેવી કિશોર મારુને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે એકનો બે ન થતા અંતે 2021માં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરતા  જિલ્લા કલેકટર દ્વારા કિશોર મારુ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવા થયેલા આદેશના પગલે ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરી રાતભર લોકઅપમાં રાખ્યો હતો.

પોતાની વગ અંગે અવાર નવાર ડંફાસ મારતા કિશોર મારુની પોલીસે ધરપકડ કરતા ઉર્વીબેન અને તેમના પતિ  જયેશભાઇ રાઠોડે પોતાને ન્યાય મળ્યાનું અબતકને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.