Abtak Media Google News

જાણીતા સંગીતકાર પંકજભાઈ ભટ્ટના ઓરકેસ્ટ્રાના સંગાથે ગાયકોએ રજૂ કર્યા અવનવા ગરબા

રાજકોટમાં જૈનો માટે ખાસ યોજાતા જૈનમ નવરાત્રી મહોત્સવનો સતત ચોથા વર્ષે દબદબાભેર શુભારંભ થયો હતો. ત્યારે માંના નવલા નોરતાના ત્રીજા દિવસે જાણીતા સંગીતકાર પંકજભાઈ ભટ્ટના ઓરકેસ્ટ્રાના સંગાથે જાણીતા ગાયક કલાકારોએ અવનવા ગરબા રજૂ કર્યા હતા. જેના તાલે હજારો ખેલૈયા ભાઈ-બહેનોને ઉત્સાહભેર ગરબે ધુમ્યા હતા.

Vlcsnap 2019 10 02 11H34M49S132

અબતક સાથેની વાતચીત દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ જણાવ્યું હતુ કે આજરોજ જૈનમ નવરાત્રીમાં ઉપસ્થિત રહીને ખૂબજ આનંદ થાય છે. જૈનમ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન થયું છે. બેઠક વ્યવસ્થાથી લઈ સિકયુરીટી સાઉન્ડ સીસ્ટમ બધું જ વ્યવસ્થિત છે. નવરાત્રીની વાત કરૂ તો ગુજરાતીઓ માટે નવરાત્રીનો માહોલ જ રંગીન હોય છે. જેને ભાઈ બહેનો સુંદર રીતે રમી શકે તે રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2019 10 02 11H35M23S207

અબતક સાથેની વાતચીત દરમિયાન ખેલૈયા જેની પારેખએ જણાવ્યું હતુ કે જૈનમ નવરાત્રીમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરબા રમવા આવીએ છીએ અહીયાનું વાતાવરણ ખૂબજ ફ્રેન્ડલી હોય છે. પારિવારીક માહોલ સર્જાય છે. ફેન્ડસ ફેમીલી બધા જ અહીંયાજ રમવા આવે છે. તો ખૂબજ મજા આવે છે. નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ત્યારે નવ દિવસ કંઈ રીતે પૂર્ણ થઈ જશે તે ખબર પણ નહી પડે.પરંતુ નવરાત્રી તહેવાર જ એવો છે કે દરેક ગુજરાતીઓ ગરબાતો રમે જ.

Vlcsnap 2019 10 02 11H35M03S4

અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.અમીત હપાણીએ જણાવ્યું હતુ કે જૈનમ નવરાત્રીનું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વિશ્ર્વ વિખ્યાત જે આપણા ગુજરાતનું ધરેણું કહી શકાય તેવા પંકજભાઈ ભટ્ટનું ઓરકેસ્ટ્રા અતિ સુંદર આયોજન થયું છે. તેમાં સોનામાં સુહાગ કે ફકત જૈન સમાજ માટે આયોજન થયું છે. અને અન્ય સમાજન લોકો અહીંયા આવીને માતાની આરતી ઉતારે છે. આ સુંદર આયોજન બદલ જૈનમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

Vlcsnap 2019 10 02 11H35M27S253

અબતક સાથેની વાતચીત દરમિયાન ખેલૈયા નિશાંત પારેખએ જણાવ્યું હતુ કે અમે જૈનમમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરબા રમવા આવીએ છીએ હું એટલું જ કહીશ કે જૈન સમાજ દ્વારા ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેથી બધા જ જૈન ભાઈઓ બહેનો મળીને નવરાત્રીનો આનંદ લઈ શકે. નવરાત્રી પહેલાની તૈયારીઓ ઘણી બધી હતી. ડ્રેસીંગનું ગરબા પ્રેકટીસ વગેરે ત્યારે આજે ત્રીજા નોરતે બ્લેક કલર અને ગોગલ્સની થીમ રાખવામાં આવી છે. અને અમે નવરાત્રીને ખૂજ આનંદથી માણીએ છીએ.

Vlcsnap 2019 10 02 11H36M08S150

અબતક સાથેની વાતચીત દરમિયાન અંજલીબેન દોશીએ જણાવ્યું હતુ કે જયારથી જૈનમ નવરાત્રીની શરૂઆત થઈ છે. ત્યારથી અમે બધા અહીંયા જ ગરબા રમવા આવીએ છીએ જૈનમમાં આવવાથી અમારા જૈન લોકો જ મળે છે. અમે લોકો હળીમળીને એક સારૂ ગ્રુપ બની જાય છે. અહીયાનું વાતાવરણ શુધ્ધ અને સાત્વીક હોય છે. પહેલે નોરતે વરસાદ આવ્યો હતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરી હતી કે વરસાદ ન આવવા દયે કારણ કે નવરાત્રી અમારો સૌથી પ્રિય તહેવાર છે.

નવરાત્રી માટેની ઘણી તૈયારીઓ કરી છે. નવરાત્રી માટે ચણીયા ચોલી ભાડે લેવા, કેવી થીભ કરશુ ગરબા પ્રેકટીસ વગેરે આજે ત્રીજા નોરતે બ્લેક કલર અને ગોગલ્સની થીમ રાખવામાં આવી છે. હુ મારા ગ્રુપ સાથે આવી છું અને નવરાત્રીમાં ગરબે ધુમીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.