Abtak Media Google News

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ આ હુમલાની જવાબદારી લીધી

આતંકવાદે પોષતા પાકિસ્તાનને હવે તેના માઠાં પરિણામો ભોગવવા પડી રહ્યા છે. કરાચીમાં પોલીસ ચીફની ઓફિસ પર આતંકવાદી હુમલો થયો છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં સેના કેમ્પ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 40 જેટલા જવાનોના મોત થયા હતા. તે જ પ્રકારનો હુમલો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 6 પોલીસ જવાન અને 2 નાગરિકોના મોત નિપજ્યા છે.

Advertisement

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલો કરનારા લગભગ 8 થી 10 આતંકવાદી છે, જેમની પાસે મોટા પ્રમાણમાં હથિયારો છે. ગોળીબાર શરૂ કરતા પહેલા આતંકવાદીઓએ એક બ્લાસ્ટ કર્યો હતો. પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી થતા આતંકવાદી હુમલાઓમાં આ વધુ એક બનાવ ઉમેરાયો છે. સિંધ પ્રાંતના મુખ્યમંત્રી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.

પાકિસ્તાનને હવે તેણે જ પાળી-પોષીને મોટો કરેલો આતંકવાદનો અજગર ભરડો લઈ રહ્યો છે. કરાચીમાં શુક્રવારે થયેલો આતંકવાદી હુમલો તેનું એક ઉદાહરણ છે. પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર કરાચીમાં આતંકવાદીઓએ શુક્રવારે પોલીસ ચીફની ઓફિસ પર હુમલો કરી દીધો. પાકિસ્તાની મીડિયા મુજબ, પેરામિલિટ્રી રેન્જર્સ, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર સતત સાંભળવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ મથકની અંદર હાલ 8 થી 10 આતંકવાદીઓ છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ એક બ્લાસ્ટ પછી ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. ખોરાસન ડાયરી મુજબ, એક સીનિયર પોલીસ અધિકારીએ આ હુમલાની પુષ્ટી કરી છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ આ હુમલાની જવાબદારી લીધી છે.

કરાચી પોલીસના એઆઈજી અને પાક મીડિયા મુજબ, આતંકવાદી પરિસરમાં ઘૂસી ગયા છે અને બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. પરિસરના ગેટ બંધ કરી દેવાયા છે અને લાઈટો બંધ કરી દેવાઈ છે. પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ ઘણી વધી ગઈ છે. કરાચી પોલીસ હેડક્વાર્ટર પર થયેલો આ હુમલો વધુ એક આવી ઘટના છે. જિયો ટીવી મુજબ, ગોળી વાગવાથી એક સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયો છે, જેને જિન્ના હોસ્પિટલ મોકલી અપાયો છે. હોસ્પિટલે બે મૃતદેહો મળવાની પુષ્ટી કરી છે અને પાંચ ઘાયલમાં ત્રણ રેન્જર્સ કર્મી સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.