Abtak Media Google News

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે.  ગુજરાત 109 IAS ias અધિકારીઓની બદલી, મુકેશ પુરી ,એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર , રૂપવંત સિંગ મનીષાચંદ્રા,બી એન પાની હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે .

અબતક દ્વારા અહેવાલ 25 માર્ચના રોજઅહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે રાજ્યના દોઢેક ડઝન કલેક્ટરો સહિત રાજ્યના 60 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીનો તખ્તો સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે.હવે અંદાજે 15 દિવસમાં બદલીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે આજ રોજ ગુજરાત 109 અધિકારીઓની બદલીક્રવામાં આવી છે.

રાજકોટ મનપા કમિશ્નર અમિત અરોરાની બદલી કરી કચ્છ(ભુજ)ના કલેકટર બનાવાયા

રાજકોટના નવા કલેકટર બન્યા પ્રભવ જોશી

અગાઉ રાજકોટ ગ્રામ્યના પ્રાંત રહી ચૂકેલા વર્ષ 2014ની બેચના આઈએએસ અધિકારીનું ફરી રાજકોટમાં પોસ્ટિંગ

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

રાજકોટ જિલ્લાના અધિક કલેકટર કે.બી. ઠક્કરની પોરબંદર DDO તરીકે બદલી

આ વર્ષે રાજ્યના 9 આઈએએસ અધિકારી નિવૃત થશે. વિપુલ મિત્રાજી – એનએફસી ચેરમેન 31 જુલાઇએ, સંજય ભાવસાર- ઓઓસડી, પીએમઓ, દિલ્હી 31 જુલાઇએ, બી.બી. સ્વૈન સચિવ- એમએસએમઇ મંત્રાલયની 30 સપ્ટેમ્બરએ, એસ. અપર્ણાસચિવ- ફાર્મા સ્યુટીકલ મંત્રાલયની 31 ઓક્ટોબરે, સંજય નંદન- એમ.ડી. વેર હાઉસિંગ કોર્પોની .30 નવેમ્બરે, મનોજ અગ્રવાલ- અધિક મુખ્ય સચિવ, આરોગ્યની 31 ઓક્ટોબરે, રમેશ મેરજા-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,અમદાવાદની 30 જૂને, બી.જી. પ્રજાપતિ-સંયુક્ત એમ.ડી, જીઆઇડીસીની 30 જૂને, ડી.બી. વ્યાસરી-જનરલ કમિશનર, મ્યુનિસિપાલિટીની 30 નવેમ્બરે નિવૃત્તિ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.