Abtak Media Google News

14 એ.એસ.આઈ, 110 હેડ કોન્સ્ટેબલ, 71 પોલીસ કોન્સ્ટેબલ અને બે લોક રક્ષકનો સમાવેશ

લાંબા સમયથી એલ.સી.બી.માં ફરજ બજાવતા ચારને બદલાવી ચારને નિમણુંક: 39 મહિલાનો સમાવેશ

રાજકોટ જિલ્લાના પોલીસ કર્મચારીઓનો બદલીનો ગંજીપો ચીપિયો છે .જેમાં  એક જ સ્થળે ત્રણ વર્ષથી ફરજ બજાવતા 12 એએસઆઈ, 93 હેડ કોન્સ્ટેબલ અને 71 પોલીસ કોન્સ્ટેબલ મળી   193 જેટલા પોલીસ કર્મચારીઓની  બદલીનનાં હુકમ  કરતા પોલીસ કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ જિલ્લામાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સામૂહિક બદલીના હુકમો જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ એ કર્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા લોધીકા ગોંડલ જેતપુર ભાયાવદર જામકંડોણા જસદણ વિછીયા પડધરી લોધીકા કોટડા સાંગાણી શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 એએસઆઇ, 71 પોલીસ કોન્સ્ટેબલ ,110 હેડ કોન્સ્ટેબલ અને બે લોકરક્ષક સહિત  પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 193 જેટલા પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીનો હુકમમાં 49મહિલાનો સમાવેશ  કરવામાં આવ્યો છે. ઉપરાંત એલસીબી, ક્યુઆરટી, પેરોલ ફર્લો સ્ક્વોડ, એન્ટીહ્યુમન ટ્રાફિકીંગમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. એલસીબીમાંથી ચારને  પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.

જિલ્લાના અન્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓને એલસીબીમાં મૂકવામાં આવ્યા છે. એલસીબીની નવી ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ, લોધિકા, વીછિંયા, વિરપુર, ગોંડલ, જસદણ, ધોરાજી, જેતપુર, ઉપલેટા, પાટણવાવ સહિતના પોલીસ મથકમાં છેલ્લા પાંચેક વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીના હુકમ થયા છે અને રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ મથક્માં બદલી કરવામાં આવી છે . જિલ્લામાં પોલીસ વડાએ મોટાપાયે ફેરફાર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.