Abtak Media Google News

ઇ સ 2023 ચોમાસા ના વરસાદ નો વરતારો અમુક ઠેકાણે વધુ તો અમુક ઠેકાણે સાવ નહિવત વરસાદ આશરે 10 થી 12 આની ચોમાસુ રહેશે તેવી શક્યતા

સામાન્ય રીતે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત સૂર્ય આદ્રા નક્ષત્રમાં બેસે એટલે થાય છે સૂર્ય આદ્રા નક્ષત્ર મા તા 22.6.23 ના ગુરુવારે પ્રવેશ કરશે જ્યારે કેરલ તથા દક્ષિણ ભારત મા ચોમાસાની શરૂઆત તારીખ 8.6.23 ના દિવસે થાય છે આદ્રા નક્ષત્રની પ્રવેશ કુંડળી જોતા શની સુખ ભવનમાં સ્વગૃહી છે શશ નામ નો રાજયોગ બનાવે છે આથી ધીમી ગતિએ પણ સારો વરસાદ પડે જોકે અન્ય ગ્રહો પ્રમાણે જોતા અમુક જગ્યાએ વધુ અમુક જગ્યાએ નેહીવત વરસાદ પડે આશરે 10થી 12 આની જેટલો વરસાદની શક્યતા ખરી

(1) મૃગશીર્ષ : ગુરુવાર, તા. 08. 6 .2023ના દિવસે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ગરમી તથા બફારા નું પ્રમાણ વધારે રહે

(2) આર્દ્ર : ગુરુવાર, તા. 22 06- 2023ના દિવસે સૂર્ય આર્દ્રમાં પ્રવેશ કરે છે. વાહન ઘેટું. થોડો થોડો વરસાદ રહે

(3) પુનર્વસુ : ગુરુવાર,તા.06-07-2023ના દિવસે સૂર્ય પુનર્વસુ માં પ્રવેશ કરે છે. વાહન- ગધેડું. વાદળછાયુ વાતાવરણ રહે થોડો થોડો વરસાદ રહે વેદાંત રત્ન જ્યોતિષી રાજદીપ જોશી

(4)ગુરુવાર, તા. 20.07. 2023 ના દિવસે સૂર્ય પુષ્ય નક્ષત્ર માં પ્રવેશ કરે છે. વાહન- દેડકો. સારા પ્રમાણ મા વરસાદ રહે

(5) આશ્લેષા : ગુરુવાર, તા. 03- 08-2023 ના દિવસે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન- ભેંસ. સારો વરસાદ રહે ઘણી જગ્યાએ એકદમ વરસાદ થાય.. આશ્લેષા નક્ષત્ર એટલે કે ઝેરી નક્ષત્ર કહેવાય છે જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો એકદમ વરસાદ પડે અને નો પડે તો સાવ નો પડે

(6) મઘા : ગુરુવાર, તા. 17-08-2023, ના દિવસે સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન- અશ્વઘોડો. મધ્યમ વરસાદ થાય

(7) પૂર્વા ફાલ્ગુની : ગુરુવાર,તા.31-08-2023,ના દિવસે સૂર્ય પૂર્વા ફાલ્ગુનીનક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન- મોર. સારો વરસાદ થાય વરસાદનો જોર રહે

(8) ઉત્તરા ફાલ્ગુની : બુધવાર, તા. 13-09-2023, સૂર્ય ઉત્તરા ફાલ્ગુની માં પ્રવેશ કરે છે. વાહન- હાથી. વરસાદ સારો થાય (9) હસ્ત : બુધવાર, તા. 29-09- 2023 સૂર્યનું હસ્ત નક્ષત્ર હાથિયો બેસે છે. વાહન દેડકો. છૂટો છવાયો વરસાદ રહે

(10) ચિત્રા:, બુધવારે, તા. 11-10-2023ના રોજ ક.08-01 સમયે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન- ઉંદર. પવનનો જોર રહે વરસાદ પણ રહે

(11) સ્વાતિ :મંગળવારે, તા. 24- 10-2023ના રોજ સૂર્યનું સ્વાતિ નક્ષત્ર બેસે છે. ચોમાસા ની વિદાય. ક્યાંક ક્યાંક થોડો વરસાદ થાય

વેદાંત રત્ન જ્યોતિષી રાજદીપ જોશી

( સંતોષઆનંદ સંસ્કૃત પાઠશાળામા 10 વર્ષ નો અભ્યાસ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.