Abtak Media Google News

દેશને શક્તિશાળી બનાવવામાં ટેકનોલોજી નું બહુ મોટું યોગદાન છે. તેથી જ 11 મે ના દિવસે આપણા દેશમાં ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે. ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈને આ દિવસ અમર બની ગયો છે. કારણ કે આજના દિવસે જ 1998 માં બીજી વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

11 મે ના દિવસે રાજસ્થાનમાં પોખરણ પરીક્ષણમાં ભારતે બીજી વખત સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પોખરણ પરીક્ષણનુ નેતૃત્વ ડો. એપીજે અબ્દુલ કલામે કર્યું હતું. આ પરીક્ષણને “ઓપરેશન શક્તિ” કે “પરમાણુ – 2” કહેવાય છે. આ પોખરણ પરીક્ષણની સફળ ઉપલબ્ધિને યાદ કરવા માટે આજનો દિવસ મનાવવામાં આવે છે.બે દિવસ પછી દેશમાં બીજા બે પરમાણુ હથિયારોનું પરીક્ષણ થયું. આ પરીક્ષણ પછી ભારત દેશ દુનિયાના એવા છ દેશમાં શામિલ થઈ ગયો કે જેની પાસે પરમાણુ શક્તિ છે. બસ આ જ કારણે 11 મે ના દિવસે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે.

ભારતના વિમાન “હંસે” 11 મે 1998 ના દિવસે જ પ્રથમ ઉડાન ભરી હતી. હંસ 3 વિમાનને નેશનલ એરોસ્પેસ લેબોરેટરી એ બનાવ્યું હતું. તે બે સીટ વાળું ઓછા વજનનું વિમાન હતું. તેનો ઉપયોગ પાયલટોને પરીક્ષણ દેવા માટે, હવાઈ ફોટોગ્રાફી કરવા માટે તેમજ નજર રાખવા માટે થતો હતો. પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવા માટે પણ હંસ 3 નો ઉપયોગ થતો હતો.આ સિવાય 11 મે 1998 ના દિવસે જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ત્રિશુલ મિસાઈલનું અંતિમ પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ત્રિશુલ મિસાઈલને ભારતીય વાયુસેના અને ભારતીય ભૂમિ સેના માં શામિલ કરવામાં આવ્યું હતું. ત્રિશુલ જમીન પરથી હવામાં મારવાની મિસાઈલ છે. આ થોડા અંતર વાળી નજીકની મિસાઈલ છે, જે પોતાના લક્ષ્ય પર તેજીથી હુમલો કરે છે.

આજે ટેકનોલોજી ની જરૂરિયાત દરેક ક્ષેત્રમાં છે. ટેકનોલોજી નું મહત્વ ફક્ત વિજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા દેશને આગળ વધારવાના દરેક કાર્યમાં છે. આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ટેકનોલોજી સાથે જોડાયેલી હોય છે. ભારતને ડિજિટલ કરવા માટે ટેકનોલોજી નો સિંહ ફાળો છે.જે રીતે દરેક વિકસિત અને વિકાસશીલ દેશ પોત પોતાના પરમાણુ પરીક્ષણ કરીને પોતાની શક્તિઓ દુનિયાને બતાવી રહી છે તેવી જ રીતે ભારત દેશ પણ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવીને પોતાના વૈજ્ઞાનિકો તેમજ તેમના કાર્યોને સન્માન પ્રદાન કરે છે.

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવા પાછળનો ઉદેશ એ જ છે કે લોકો વધુ ને વધુ ટેકનોલોજી વિશે જાણે, તેના પ્રત્યે જાગૃત થાય. આજે ટેકનોલોજી ના કારણે જ પૂરી દુનિયા એક બીજાથી જોડાયેલી છે. શિક્ષા, વેપાર, સંચાર વગેરેને સરળ અને સંભવ બનાવવા વાળી ટેકનોલોજી જ છે. આપણો દેશ વિકાસની હરણફાળ ભળતું રહે અને ટેકનોલોજી ક્ષેત્રે હજુ વધુને વધુ આગળ વધતું રહે તે માટે જનતા જાગૃત થાય તેથી જ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવાય છે. 1999 માં પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના કાર્યોને બિરદાવવા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.